અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ સ્ટેબિલાઈઝર્સના ઉત્પાદનમાં સંકળાયેલી પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો રૂ. 235.32 કરોડનો આઈપીઓ આજે ખૂલતાંની સાથે જ ફુલ્લી 2.77 ગણો ભરાઈ ચૂક્યો છે. કંપની રૂ. 167-171ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 235.32 કરોડનો આઈપીઓ લાવી છે. જે 29 ફેબ્રુઆરીએ બંધ થશે. શેર એલોટમેન્ટ 1 માર્ચે અને લિસ્ટિંગ 5 માર્ચે થશે. માર્કેટ લોટ 87 શેર્સ છે.

પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝના આઈપીઓ ઈશ્યૂ માટે રૂ. 100 ગ્રે પ્રીમિયમ ચાલી રહ્યા છે. જેના આધારે લિસ્ટિંગ 58 ટકા પ્રીમિયમે થવાનો આશાવાદ છે. ક્યુઆઈબી પોર્શનમાં હજી ખાતુ ખૂલ્યું નથી. પરંતુ રિટેલ રોકાણકારોએ 4.02 ગણા અને એનઆઈઆઈ 3.85 ગણા બીડ ભર્યા છે. આ સાથે 12.23 વાગ્યા સુધીમાં કુલ 2.83 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે.

આઈપીઓ મારફત એકત્રિત ફંડનો ઉપયોગ તેની પેટા કંપની પ્લેટિનમ સ્ટેબિલાઈઝર્સ ઈજિપ્ત ખાતે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપિત કરવા જરૂરી મૂડી ખર્ચ માટે કરશે. તદુપરાંત મહારાષ્ટ્રના પાલઘરમાં પીવીસી સ્ટેબિલાઈઝર્સના ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા ઉપરાંત કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા કરશે.

ફંડામેન્ટલ્સઃ

ગત નાણાકીય વર્ષમાં કંપનીની આવક 22.89 ટકા અને નફો 111.76 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીના માથે 30 સપ્ટેમ્બર-23 સુધીમાં રૂ. 11.46 કરોડનું દેવુ છે. નેટવર્થ વધી રૂ. 85.04 કરોડ અને રિઝર્વ્સ-સરપ્લસ રૂ. 44.86 કરોડ છે.

વિગત2022-232021-222020-21
આવક232.56189.2489.53
ચોખ્ખો નફો37.5817.754.82
નેટવર્થ61.8822.344.47

 બ્રોકરેજ ટીપ્સઃ

રિલાયન્સ સિક્યુરિટીઝ, કેપિટલ માર્કેટ, રેલિગર સિક્યુરિટીઝ સહિતના બ્રોકરેજ હાઉસે આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. કંપની પીવીસી સ્ટેબિલાઈઝર્સમાં મલ્ટી-પ્રોડક્ટ ઉત્પાદક છે. જે ઉંચા માર્જિન સાથે ઈનોવેટિવ ક્વોલિટી પ્રોડક્ટ્સ પ્રદાન કરી રહી છે. આઈપીઓ ફંડિંગ મારફત બિઝનેસ વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં લેતાં ભવિષ્યમાં માર્જિન અને ગ્રોથ વધવાનો સંકેત જણાઈ રહ્યો છે. નિષ્ણાતોને લિસ્ટિંગ સમયે લોટદીઠ રૂ. 7000-8000નો નફો થવાનો આશાવાદ છે.