મુંબઈ, 15 મે: – પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ (BSE: 542652, NSE: POLYCAB) એ 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા અને સંપૂર્ણ વર્ષ માટે તેના કન્સોલિડેટેડ પરિણામો જાહેર કર્યા છે. કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતા પોલીકેબ ઈન્ડિયા લિમિટેડના સીએમડી ઈન્દર ટી. જયસિંઘાનીએ જણાવ્યું હતું કે, “FY23 એ કંપની માટે નોંધપાત્ર વર્ષ હતું, કારણ કે અમે રૂ. 140 અબજની આવક અને રૂ. 10 અબજની નફાકારકતાના આંકડાને વટાવ્યો હતો. Q4 FY23ની કામગીરી એટ એ ગ્લાન્સઃ કેબલ્સ બિઝનેસમાં સ્વસ્થ વોલ્યુમ વૃદ્ધિને પગલે આવક 9% વાર્ષિક ધોરણે વધીને રૂ. 43,237 મિલિયન થઈ છે. વાયર અને કેબલ્સ બિઝનેસની આવક વાર્ષિક ધોરણે 12% વધીને રૂ. 39,347 મિલિયન થઈ છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર વાર્ષિક ધોરણે 125% વૃદ્ધિ પામ્યો છે, જે Q4FY23 માં કન્સોલિડેટેડ આવકમાં 12.5% ફાળો આપે છે. કંપનીએ તેની વૈશ્વિક હાજરી 70 દેશોમાં વિસ્તારી છે.

FMEG વ્યાપારમાં વાર્ષિક ધોરણે 20%ની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી. એબિટા માર્જિન વાર્ષિક ધોરણે 200 બેસિસ પોઈન્ટ્સ વધીને 14.0% થયું. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 32% વધીને રૂ. 4,284 મિલિયન થયો અને કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો નોંધાવ્યો. ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફાનું માર્જિન 9.9% રહ્યું. 31મી માર્ચ 2023 સુધીમાં, નેટ કેશ પોઝિશન સુધરીને રૂ. 18.9 અબજ થઈ ગઈ હતી જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ. 11.0 અબજ ચોખ્ખી રોકડ હતી.