મુંબઇ, ૧૫ મે: વાયદામાં નફારૂપી વેચવાલી નીકળતાં આજે મોટાભાગની કૄષિપેદાશોનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૭૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે  ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે સ્ટીલનાં અમુક વાયદામાં છ થી નવ ટકાની નીચલી તથા હળદરનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૪૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૨૭ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરુ, કપાસ તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૮૦૦ રૂ. ખુલી ૫૭૨૩  રૂ., દિવેલનાં ભાવ ૧૨૧૨ રૂ. ખુલી ૧૨૧૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૦૬ રૂ. ખુલી ૨૬૬૧ રૂ., ધાણા ૬૮૦૦ રૂ. ખુલી ૬૭૩૮ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૧૦ રૂ. ખુલી ૫૬૭૨ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૫૬૦  રૂ. ખુલી ૧૧૪૨૦ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૪૫૦ રૂ. ખુલી ૨૩૯૬૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૬૬૦૫ રૂ. ખુલી ૪૫૯૧૫ રૂ., કપાસનાં ભાવ ૧૬૧૦.૦૦ રૂ. ખુલી ૧૬૦૩. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૫૬૫૦ ખુલી ૪૫૬૩૦ રૂ. અને હળદરનાં ભાવ  ૭૯૪૮  રૂ. ખુલી ૮૧૨૨ રૂ. બંધ રહ્યા હતા.