અમદાવાદ, 2 મેઃ પંજાબ એન્ડ સિંધ બેન્કે 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષ અને ચોથા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. બેન્કનો ચોખ્ખો નફો માર્ચ ત્રિમાસિકમાં 32.08 ટકા વધી રૂ. 457 કરોડ નોંધાયો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 346 કરોડ હતો. જ્યારે ઓપરેટિંગ નફો 69.09 ટકા વધ્યો છે. બેન્કની નોન ઈન્ટરેસ્ટ ઈનકમ માર્ચ ત્રિમાસિક-22માં રૂ. 215 કરોડ સામે માર્ચ ત્રિમાસિક-23માં 154.42 ટકા વધી રૂ. 547 કરોડ થઈ છે. આ સાથે બેન્કનો બિઝનેસ ગ્રોથ 10.50 ટકા વધ્યો છે. ક્રેડિટ-ડિપોઝિટ રેશિયો 493bps વધી 73.84 થયો હતો.

બેન્કની ગ્રોસ એનપીએ 42 ટકા (520bps) ઘટી 6.97 ટકા થઈ છે. જે ગતવર્ષે 12.17 ટકા હતી. જ્યારે નેટ એનપીએ 0.90 ટકા સુધરી 1.84 ટકા (2.74 ટકા) નોંધાઈ હતી. કેપિટલ એડેકવન્સી રેશિયો કોમન ઈક્વિટી ટીઅર-1 સાથે 17.10 ટકા નોંધાયો હતો.

બેન્કે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1313 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે FY 2022માં રૂ. 1039 કરોડ સામે 26.37 ટકા વધ્યો છે. નેટ ઈન્ટરેસ્ટ ઈનકમ 12.10 ટકા વધી રૂ. 2973 કરોડ (2652 કરોડ) થઈ છે. બેન્કની રૂ. 1.096 લાખ કરોડની કુલ ડિપોઝીટ નોંધાઈ હતી. જે 7.37 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ગ્રોસ એડવાન્સિસ 15.05 ટકા વધી રૂ. 80982 કરોડ થઈ હતી.

શેરની સ્થિતિઃ પંજાબ એન્ડ સિંધ બેન્કનો શેર આજે 3.84% વધી રૂ. 37.35 પર બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધ 35.97 સામે ઈન્ટ્રા ડે 38.69ની ટોચ અને 36.21ની બોટમ બનાવી હતી.