અમદાવાદ, 2 મેઃ અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ માર્ચ-23ના અંતે પુરાં થયેલા વર્ષ માટે EBITDA ૫૭% વધીને રુ.૫,૫૩૮ કરોડ નોંધાવવા સાથે કંપનીનો રોકડ નફો 72 ટકા વધી રૂ. 3192 કરોડ નોંધાયો છે.

વર્ષ-૨૩માં વાર્ષિક ધોરણે ઊર્જાનું વેચાણ ૫૮% વધીને ૧૪,૮૮૦ મિલિયન યુનિટ થયું છે. કંપનીએ તેના કામકાજના કાફલામાં ૨,૬૭૬ મેગાવોટની રિન્યુએબલ ક્ષમતાનો જંગી ઉમેરો કર્યો છે, જેમાં રાજસ્થાનમાં ૨,૧૪૦ મેગાવોટના સોલાર-વિન્ડ હાઇબ્રિડ પ્લાન્ટ્સ, મધ્ય પ્રદેશમાં ૩૨૫ મેગાવોટના વિન્ડ એનર્જી પ્લાન્ટ અને રાજસ્થાનમાં ૨૧૨ મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનો સમાવેશ થાય છે. કંપનીએ આ સમયગાળામાં SECI સાથે ૪૫૦ મેગાવોટના વિન્ડ પ્રોજેક્ટ્સ અને ૬૫૦ મેગાવોટના સોલાર પ્રોજેક્ટ્સ માટે પાવર પ્રોજેક્ટસ એગ્રીમેન્ટ (PPA) પર હસ્તાક્ષર કર્યા છે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, અમારા વ્યાપાર મોડેલે દર્શાવેલી નોંધપાત્ર સ્થિતિસ્થાપકતા અમારી મજબૂત નાણાકીય કામગીરીનો સબળ પુરાવો છે. અમે આ વર્ષે ૨,૬૭૬ મેગાવોટ રિન્યુએબલ એસેટ્સની વિશાળ ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી છે.

વર્ષ-૨૩ના અંતિમ ક્વાર્ટર અને વર્ષનું પ્રદર્શન: (Rs. Cr.)

ParticularsQuarterly performanceAnnual performance
Q4 FY23Q4 FY22% changeFY23FY22% change
Revenue from Power Supply2,1301,12889%5,8253,78354%
       
EBITDA from Power Supply1,9681,05986%5,5383,53057%
EBITDA from Power Supply (%)91.4%90.6% 91.6%91.8% 
Cash Profit1,365563142%3,1921,85472%

Adani Total Gas:  Q4 નફો 21% વધ્યો, આવકમાં 12%નો ઉછાળો

અમદાવાદ, 2 મેઃ અદાણી ટોટલ ગેસે (Adani Total Gas) નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટર (March-23)ના પરિણામો જાહેર કર્યા છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 21 ટકાના ઉછાળા સાથે રૂ. 98 કરોડ હતો. નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં આ આંકડો 81 કરોડ રૂપિયા હતો. આવક 12 ટકા વધીને રૂ. 1,197 કરોડ (રૂ. 1,065 કરોડ) થઇ છે. ઓપરેટિંગ નફો 45 ટકા વધીને રૂ. 205 કરોડ થયો છે. ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન આ આંકડો 141 કરોડ રૂપિયા હતો.