Q2 Results: AXISCADESનો ચોખ્ખો નફો 7 ગણો અને આવકો 43 ટકા વધ્યા
અમદાવાદઃ AXISCADESએ સપ્ટેમ્બર-22નાઅંતે પૂરાં થયેલા ત્રિમાસિક ગાળા માટે આવકો આગલાં વર્ષના ત્રિમાસિકની સરખામણીએ 43 ટકા વૃદ્ધિ સાથે રૂ. 193.7 કરોડ નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો 660 ટકા વધી રૂ. 21.1 કરોડ થયો છે. એન્ડ ટૂ એન્ડ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રોવાઇડર AXISCADES ટેકનોલોજીસ લિ. એરોસ્પેસ, ડિફેન્સ, હેવિ એન્જિનિયરિંગ, ઓટોમોટિવ, એનર્જી, મેડિકલ અને હેલ્થકેર સેક્ટર્સને સેવાઓ પૂરી પાડે છે.
કંપનીની નાણાકીય કામગીરી એકનજરે
વિગત | Q2 FY23 | Q1FY23 | Q2 FY22 | YoY |
આવકો | 1,937 | 1,833 | 1,351 | 43% |
EBITDA | 374 | 227 | 110 | 238% |
EBITDA માર્જિન | 19.3% | 12.4% | 8.2% | 1,110 bps |
ચો. નફો | 211 | -317 | 28 | 660% |
એડજસ્ટેડPAT | 211 | 128 | 28 | 660% |
(આંકડા રૂ. મિલિયનમાં)