Jio Financial Services Q2 earnings:

વિગતQ2-23Q1-23
કુલ આવક608.04 કરોડ414.13 કરોડ
ચોખ્ખો નફો666.18 કરોડ331.92 કરોડ
ઈપીએસરૂ. 1.05રૂ. 1.57

અમદાવાદ, 16 ઓક્ટોબરઃ રિલાયન્સ ગ્રૂપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસિઝે લિસ્ટિંગ બાદ તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો જારી કર્યા છે. કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રૂ. 668 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે તેના અગાઉના ત્રિમાસિક ગાળા કરતાં 101 ટકા વધ્યો છે.

નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (NBFC)ની કુલ આવક ક્વાર્ટરમાં રૂ. 608 કરોડ હતી. જ્યારે ધિરાણકર્તાની વ્યાજની આવક રૂ. 186 કરોડ હતી, જે એપ્રિલ-જૂન FY24 ક્વાર્ટરમાં રૂ. 202 કરોડ સામે ઘટી છે. કંપનીની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 1.43 લાખ કરોડ રૂપિયા છે.

કંપનીના નવા CTO એઆર ગણેશન

કંપનીએ એજીએમ દરમિયાન જણાવ્યું હતું કે, એઆર ગણેશને ગ્રુપ ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, ગણેશ ICICI બેન્કમાં ચીફ ઇન્ફર્મેશન સિક્યુરિટી ઑફિસર (CISO) હતા અને સાઇબર સિક્યુરિટી પર એકંદરે દેખરેખ રાખતા હતા.

Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનો શેર 16 ઓક્ટોબરે BSE પર 0.13 ટકા વધીને રૂ. 224.85 પર બંધ થયો હતો.