અમદાવાદ, 27 જાન્યુઆરીઃ યસ બેન્કે ડિસેમ્બરના અંતે પૂર્ણ થતાં ત્રીજા ત્રિમાસિકમાં રૂ. 231.6 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં 51.5 કરોડ સામે 349.7 ટકા વધ્યો છે. જો કે, નિષ્ણાતોના અંદાજ રૂ. 415.1 કરોડ સામે ચોખ્ખો નફો ઘટ્યો છે.

એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએ ગતવર્ષની જેમ આ વર્ષે પણ 2 ટકા નોંધાઈ છે. જો કે, નેટ એનપીએ ગતવર્ષે 1 ટકા સામે આ વર્ષે સુધરી 0.9 ટકા રહી છે. ચોખ્ખી વ્યાજની આવક (NII) વાર્ષિક ધોરણે 2.3 ટકા વધી અને ઓપરેટિંગ નફો 5.4 ટકા વધીને રૂ. 864 કરોડ થયો છે. ડિસેમ્બર 2023 સુધીમાં યસ બેન્કની થાપણો ગયા વર્ષની સરખામણીમાં 13.2 ટકા વધીને રૂ. 2.4 લાખ કરોડ હતી. ચાલુ અને બચત ખાતા (CASA)નો ગુણોત્તર Q3FY23માં 29.7 ટકા હતો અને Q3 FY24માં 29.4 ટકા હતો.

શેરબજારના નિષ્ણાતોએ યસ બેન્ક Q3FY24માં મજબૂત પરિણામો જારી કરશે તેવો આશાવાદ હતો. છેલ્લા કેટલાક ત્રિમાસિકમાં રિકવરીના કારણે યસ બેન્કની એસેટ ક્વોલિટી સ્થિર રહેવાની અપેક્ષા છે. ARCs દ્વારા તેની બે NPA લોન બુક માટે બિડ સબમિટ કરવા સાથે, બજાર Q3FY24માં તંદુરસ્ત બોટમ-લાઈન વૃદ્ધિની અપેક્ષા રાખી હતી.

યસ બેન્કનો શેર છેલ્લા 3 માસમાં બમણો થયો

યસ બેન્કનો શેર છેલ્લા 3 માસથી લગભગ બમણો થયો છે. 23-10-23ના રોજ 14.10ના વાર્ષિક તળિયેથી વધી 16-1-24ના રોજ 26.25ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. ગુરૂવારે યસ બેન્કનો શેર 24.88 પર બંધ રહ્યો હતો. મજબૂત પરિણામોના પગલે શેરમાં અપટ્રેન્ડ જારી રહેવાનો આશાવાદ નિષ્ણાતો આપી રહ્યા છે. નજીકનો સપોર્ટ લેવલ રૂ. 23.70 અને ટાર્ગેટ પ્રાઈસ રૂ. 31 આપ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)