ગિફ્ટ સિટીમાં શિપ લીઝિંગ કંપની RBB શિપ ચાર્ટરિંગને કામગીરી માટે મંજૂરી
ગાંધીનગર: RBB શિપ ચાર્ટરિંગ પ્રાઇવેટ લિમિટેડ, સિંગાપોરની 100 ટકા માલિકીની પેટાકંપની RSCPL (IFSC) પ્રાઇવેટ લિમિટેડને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માંથી કામગીરી શરૂ કરવાનું કામચલાઉ લાઇસન્સ મળ્યું છે. RSCPL (IFSC) પ્રાઇવેટ લિમિટેડને ફેબ્રુઆરી, 2023માં શિપ લીઝિંગ વ્યવસાય માટે પ્રથમ કામચલાઉ લાઇસન્સ મળ્યું છે અને કંપની માર્ચ, 2023 અગાઉ વાણિજ્યિક ધોરણે કામગીરી શરૂ કરવાની યોજના ધરાવે છે.
ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રેએ કહ્યું કે, અમને અપેક્ષા છે કે, વિમાનોના લીઝિંગ અને ધિરાણના વર્ટિકલમાં જોવા મળ્યો છે એવો વિકાસ શિપ લીઝિંગ વ્યવસાયો અનુભવશે.
RBB શિપ ચાર્ટરિંગ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ અને એમડી રાજેશ ભાજવાણીએ કહ્યું હતું કે RBB શિપ ચાર્ટરિંગ પ્રાઇવેટ લિમિટેડ, સિંગાપોરની સંપૂર્ણ ટીમને ભારતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં શિપ લીઝિંગ વ્યવસાય શરૂ કરનારી પ્રથમ કંપની છે. અત્યારે અમે અમારા સંસાધનોનો ઉપયોગ કરતી (બૂટસ્ટ્રેપ) નફાકારક કંપની છીએ અને અમારું વિઝન વર્ષ 2027માં 7 અબજ ડોલરની આવક સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે લિસ્ટેડ કંપની બનવાનું છે.