અમદાવાદ, 30 નવેમ્બરઃ રિલાયન્સ રિટેલે પોતાની પ્રિમિયમ ફેશન એન્ડ લાઈફસ્ટાઈલ બ્રાન્ડ, અઝોર્ટના દસમા સ્ટોરના શુભારંભની ઘોષણા કરી છે. અમદાવાદના નહેરુનગર ખાતે વિનસ ગ્રાઉન્ડ્સ સ્થિત સ્ટ્રેટમ બિલ્ડીંગ સ્થિત આ સ્ટોરનું ઉદ્ઘાટન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર- કોર્પોરેટ અફેર્સ, પરિમલ નથવાણી અને અઝોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાકેશ જલીપલ્લી દ્વારા કરવામાં આવ્યું હતું. આશરે 21,000 ચોરસ ફીટના રિટેલ સ્પેસમાં ફેલાયેલો સ્ટોર અદ્યતન રિટેલ ટેકનોલોજીયુક્ત આ સ્માર્ટ અઝોર્ટ સ્ટોર્સ ગ્લોબલ અને ડોમેસ્ટિક ફેશનના શ્રેષ્ઠતમ ટ્રેન્ડ્સને પ્રદર્શિત કરશે. તેમાં ફૂટવેર, ફેશન એસેસરીઝ તથા બીજી ઘણી રેન્જમાં અનોખી સ્ટાઈલ જોવા મળશે. અઝોર્ટ સ્ટોર ફોર્મેટમાં મોબાઈલ ચેકઆઉટ, સ્માર્ટ ટ્રાયલ રૂમ્સ, ફેશન ડિસ્કવરી સ્ટેશન્સ તથા સેલ્ફ ચેકઆઉટ કિઓસ્ક સહિતના સંખ્યાબંધ ટેક-એનેબલ્ડ ફીચર્સ જોવા મળશે. આ સ્ટોર્સમાં સંખ્યાબંધ RFID-એનેબલ્ડ ઈન્ટરએક્ટિવ સ્ક્રીન્સ સ્ક્રીન્સ ગોઠવાયા છે જે વર્ચ્યુઅલ સ્ટાયલિંગ આસિસ્ટન્ટ્સની ગરજ સારશે. આ ઉપરાંત, હવે કાઉન્ટર્સમાં લાંબી કતારમાં ઊભા રહેવાને બદલે કસ્ટમર્સ સેલ્ફ-ચેકઆઉટ્સની પણ પસંદગી કરી શકે છે.