મુંબઈ: એફઆઇઆઇ રોકાણનું ભારતીય બજારમાં પુનરાગમન થયું છે અને એફઆઇઆઇનો સૌથી મોટો પ્રવાહ હજુ આવવાનો બાકી છે. વર્ષ 2022ના અંતમાં ભારતીય ઇક્વિટીઝમાં એફઆઇઆઇનું વલણ સકારાત્મક થયું છે. નિફ્ટી આગામી 12 મહિનાઓમાં નવી ઊંચાઈ તરફ અગ્રેસર થશે. અન્ય બજારોની સરખામણીમાં ભારત નક્કર લાભ ધરાવે છે અને ભારતના ઉત્પાદન ક્ષેત્રને ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન યોજના અને વૈશ્વિક વ્યવસાયોનું કેન્દ્ર બદલાવવાથી લાભ થશે તેવું યસ સીક્યોરિટીઝે એના વર્ષાંત અને 2023ના દ્રષ્ટિકોણ રજૂ કરવા ઇન્ડિયા માર્કેટ સ્ટેટ્રેજી રિપોર્ટમાં જણાવ્યું છે.

ભારતીય સ્ટોક માર્કેટે છેલ્લાં ત્રણ વર્ષમાં મોટા ભાગના ગાળામાં નોંધપાત્ર મજબૂતી દાખવી છે. નિફ્ટીની નવી ઊંચાઈની સફર દરમિયાન બજારોમાં કોઈ વિશેષ ક્ષેત્ર પ્રત્યે ઝુકાવ જોવા મળ્યો નથી, તેમ છતાં મિડ-કેપ અને સ્મોલ-કેપ્સએ નિફ્ટી કરતાં ઘણું વધારે વળતર આપ્યું છે.

યસ સિક્યોરિટીઝના રિપોર્ટના મહત્વના મુદ્દાઓ

RIL, બેંકો અને IT સેવાઓ જેવા હેવીવેઇટ સ્ટોક્સ આકર્ષક લાગે છે

અમેરિકા અને ભારતમાંથી એક પણ બેંકિંગ કે પ્રોપર્ટી બબલમાં નથી

આરબીઆઈ રેપોરેટને 6.25 ટકાથી 6.50 ટકાના સ્તરે રાખે તેવી શક્યતા

ઘરગથ્થું વપરાશ 2025-26માં 46 ટકા વધી રૂ. 191 ટ્રિલિયનની અપેક્ષા

ઇવી બજારહિસ્સો 2018માં 0.5 ટકાથી વધી 2022માં 4.7 ટકા થયો છે

2025-26માં ભારતીય કુટુંબની આવક વધી રકૂ. 9.5 લાખ થશે

ભારતીય કુટુંબની સરેરાશ આવક નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 6.8 લાખથી વધીને નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 9.5 લાખ થશે. ઉપરાંત રિપોર્ટમાં એવું સૂચન પણ થયું છે કે, જનરેશન ઝેડ અને મિલેનિયલ્સ વપરાશને આગળ વધારશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો અત્રે રજૂ કરવામાં આવેલો અહેવાલ યસ સિક્યોરિટીઝ તરફથી છે.)