અમદાવાદ

અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ફરી નવા રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયો 82.33એ ખૂલ્યાં બાદ પેનિક સેલિંગ વધતાં 83.01ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. જો કે, અંતે 0.66 પૈસાના કડાકા સાથે 82.99 પર બંધ રહ્યો હતો.

ફેડ રિઝર્વ દ્વારા 9 ટકા સુધી વ્યાજદરમાં વધારો થવાના અહેવાલો તેમજ રૂપિયામાં પેનિક વેચાણ વધતાં ડોલર ડોલર ઈન્ડેક્સ સતત નવી ટોચ બનાવી રહ્યો છે. જેના પગલે પાઉન્ડ, યેન સહિતની કરન્સી પણ નબળી પડી હતી.

રૂપિયામાં ઘટાડો વધવાનો અંદાજ

રૂપિયો અગાઉના 82.35થી ઘટીને 83.00ની નવી બોટમ બનાવી હતી. ડોલર રેટ્સ 112 ડોલરના સપોર્ટ લેવલ અને 112.55 ડોલરથી ઉપરના ઉછાળાની વચ્ચે રૂપિયામાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે. જે ડોલર ઈન્ડેક્સના 108-110નુ રેઝિસ્ટન્સ લેવલ બનાવી રહ્યું છે. આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયામાં ઘટાડો વધવાનો અંદાજ છે.

જતિન ત્રિવેદી, વીપી રિસર્ચ એનાલિસ્ટ, LKP સિક્યુરિટીઝ

આયાતો મોંઘી થતાં વેપાર ખાધ વધવાની ભીતિ

હજી આત્મનિર્ભર મિશન પ્રારંભિક તબક્કામાં છે. ભારતના મોટાભાગના ઉદ્યોગો આયાત પર નિર્ભર છે. આરબીઆઈની દખલગીરી હવે અત્યંત જરૂરી બની છે. આયાત-નિકાસ માટે અમેરિકન ડોલર યુનિવર્સલ કરન્સી હોવાથી આયાતો મોંઘી બની છે. જેનાથી વેપાર ખાધ વધવાની ભીતિ છે. ક્રૂડના ભાવ 95 ડોલરથી નીચે ગયા હોવા છતાં ભારતને તેનો કોઈ લાભ મળ્યો નથી.

રૂપિયો વધુ તૂટી 85 થઈ શકે

ડોલર ઈન્ડેક્સ રોજ નવી ટોચ બનાવી રહ્યો છે. યેન સામે 32 વર્ષની ટોચે પહોંચ્યો છે. ફેડ રિઝર્વ ડિસેમ્બર અંત સુધી 75 બેઝિસ પોઈન્ટ વધારાવાની તૈયારી કરી રહી છે. તેમજ સ્થાનિક સ્તરે રૂપિયામાં સેલિંગ પ્રેશર વધ્યું છે. આરબીઆઈ તાત્કાલિક કોઈ પગલાં નહીં લે તો રૂપિયો વધુ તૂટી 85 થવાની શક્યતા કરન્સી એક્સપર્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.