અમદાવાદ, 24 એપ્રિલઃ સનોફી ઈન્ડિયા લિમિટેડે રૂ. 10ના ફેસ વેલ્યુના પ્રત્યેક શેર માટે રૂ. 194 (Sanofi India Dividend)નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સાથે કંપનીએ શેરદીઠ રૂ. 183નું બીજું વિશેષ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. આ રીતે, કંપનીએ દરેક શેર પર કુલ રૂ. 377નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે આ ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ અગાઉ 22 ઓગસ્ટ, 2022ના રોજ શેર દીઠ રૂ. 193ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2022માં રૂ. 10ની ફેસ વેલ્યુના પ્રત્યેક શેર પર કુલ રૂ. 570 (Sanofi India Dividend)નું ડિવિડન્ડ આપ્યું છે. તેમાં સૂચિત અંતિમ ડિવિડન્ડ, પ્રથમ સ્પેશિયલ ડિવિડન્ડ, સેકન્ડ સ્પેશિયલ ડિવિડન્ડનો સમાવેશ થાય છે.સૂચિત ડિવિડન્ડ શેરધારકોની મંજૂરી પછી ચૂકવવામાં આવશે. શેરધારકોની મંજૂરી મળ્યા બાદ કંપની 22 મે, 2023 પછી ડિવિડન્ડ ચૂકવશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કામગીરીની આવક વાર્ષિક ધોરણે 2.32 ટકા ઘટીને રૂ. 671.9 કરોડ રહી હતી.