મુંબઇ: ઇન્ટરનેટનો વધી રહેલો વ્યાપ, ફ્રી ડેટા અને દરેકના હાથમાં સ્માર્ટફોનના કારણે નાના ટાઉન અને શહેરોમાં વિવિધ સર્વિસિસ માટેના સર્ચનું પ્રમાણ મોટાં શહેરો કરતાં 2021માં 1.6 ગણાથી વધીને 2022માં બમણું થયું છે. 2022માં દેશભરમાં સૌથી વધુ સર્ચ કરાયેલી ટોપ-10 સર્વિસિસમાં શાળા, હોબી ક્લાસ, રેસ્ટોરાં, હોસ્પિટલ, પીજી એકોમોડેશન સર્વિસિસ, બ્યુટી પાર્લર, હોસ્ટેલ, કાર હાયર, હોટેલ અને ટ્યુટોરિયલ્સનો સમાવેશ થાય છે એમ જસ્ટ ડાયલનો એન્યુઅલ સર્ચ રિપોર્ટ-હાઉ ઇન્ડિયા સર્ચ્ડ ઇન 2022 જણાવે છે.
ભારતનાં નાના ટાઉન તથા શહેરોમાં વર્ષ 2022માં સર્વિસિસ માટેની ઓનલાઇન સર્ચ મોટાં શહેરો કરતાં બમણું હતું. 2021માં મોટાં શહેરોની સરખામણીમાં તે 1.6 ગણું હતું અને તેથી તે સંકેત આપે છે કે નાના ટાઉન બહુ ઝડપથી ઓનલાઇન થઈ રહ્યા છે.
ટુર ઓપરેટર, ફોરેન એક્સચેન્જ એજન્ટ, ભાડા પર બંગલો અને રિઝોર્ટ્સની માંગમાં બમણો વધારો જોવા મળ્યો. વર્ષ દરમિયાન હોટેલ્સની સર્ચમાં 40 ટકા અને રેન્ટલ કારની સર્ચમાં 70 ટકા વધારો થયો હતો.
2022માં વેડિંગ સર્વિસિસમાં 40 ટકાની વૃધ્ધિ નોંધાઈ. વેડિંગ જ્વેલર્સ અને બેન્ક્વેટ હોલ્સની કુલ માંગમાંથી 55 ટકા માંગ તો વર્ષનાં પ્રથમ ચાર મહિનામાં જોવા મળી હતી.
ડર્મેટોલોજિસ્ટ્સ, સેક્સોલોજિસ્ટ, ડેન્ટીસ્ટ, ઓર્થોપેડિક્સ અને હોમિયોપેથિક ડોક્ટર્સ માટેની માંગ મહત્તમ હતી, જેની સર્ચમાં 24 ટકા વધારો થયો હતો. મોટાં શહેરો અને નાના ટાઉનમાં હોસ્પિટલ માટેની કુલ માંગમાંથી 36 ટકા માંગ જાન્યુઆરી-એપ્રિલ વચ્ચે નોંધાઈ હતી, જે સમયગાળામાં ઓમિક્રોન વેવ નોંધાયો હતો.