કંપનીને ગ્રેટ પ્લેસ ટુ વર્ક તરીકે અગ્રણી સર્વેક્ષણ સંસ્થા GPTW તરફથી ગ્રેટ પ્લેસ ટૂ વર્ક સન્માન

અમદાવાદઃ એનાલિટિક્સ સોલ્યુશન્સે ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 400 કર્મચારીઓની નવી ભરતી કરીને તેની ટીમની સાઇઝ 750-800 સુધી પહોંચાડી છે. સંખ્યામાં વધારો ગુજરાત સરકારની નવી IT/ ITES policyની જાહેરાત પછી કરાયો છે. એનાલિટિક્સે રાજ્ય સરકાર સાથે નવી નીતિ અંગે સંમતિ દાખવીને સમજૂતી કરાર કરીને રૂ. 250ના મૂડીરોકાણની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. કંપની અમેરીકામાં બોસ્ટન, ફ્લોરિડા અને ટેક્સાસ ખાતે પણ ઓફીસો ધરાવે છે.

અગ્રણી નોલેજ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ પ્રોવાઇડર કંપની તરીકે એનાલિટિક્સ સોલ્યુશન્સને દૂનિયાની પ્રસિદ્ધ અને અગ્રણી સર્વેક્ષણ સંસ્થા GPTW તરફથી ગ્રેટ પ્લેસ ટૂ વર્ક સન્માન આપવામાં આવ્યું છે. ઉદ્યોગમાં બેન્ચમાર્ક ગણાતાં 70 ટકાની સરખામણીમાં 75 ટકા ટ્રસ્ટ ઇન્ડેક્સ કંપનીએ હાંસલ કરવા સાથે ડિસેમ્બર-22 અને 23ના ગાળા માટે આ બહુમાન હાંસલ કર્યું છે. જે કર્મચારીઓમાં વધુ સારા સંતોષની સ્થિતિ વ્યક્ત કરે છે.

એનાલિટિક્સ સોલ્યુશન્સના સીઇઓ અને સ્થાપક સતિષ પટેલે જણાવ્યું કે, અમારી કર્મચારીલક્ષી ઉદાહરણરૂપ નીતિઓ અને પ્રણાલીઓને આ એવોર્ડ મારફત માન્યતા પ્રાપ્ત થઇ છે.  એનાલિટિક્સ વર્લ્ડ એચઆરડી કોંગ્રેસ અને સીએચઆરઓ એશિયા તરફથી ઓગસ્ટ-22માં બીપીઓ ઇનોવેશન સમિટ એન્ડ ઓવેર્ડની 9મી એડિશનમાં બેસ્ટ પ્લેસ ટૂ વર્ક તરીકે વિજેતા બન્યા પછી તથા વર્ષ 2022- 23માં ગુજરાત સ્ટેટ બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ એવોર્ડ 2022 સમારંભમાં એવોર્ડ હાંસલ કર્યા પછી એનાલિટ્ક સોલ્યુશન્સને આ બહુમાન પ્રાપ્ત થયું હોવાનું સતિષ પટેલે ઉમેર્યું હતું.

2025 સુધીમાં વધુ 2000ને રોજગારી અપાશે

કંપનીએ જાહેરાત કરી છે કે, ગુજરાતમાં વર્ષ 2025 સુધીમાં કંપની 1500- 2000 કર્મચારીઓને રોજગારી આપવાની નેમ ધરાવે છે. કંપનીએ વર્ષ દરમિયાન વડોદરામાં પ્રથમ ઓફીસ શરૂ કર્યા બાદ અમદાવાદમાં વધુ એક ઓફીસ શરૂ કરી છે. કંપનીએ તેના કર્મચારીઓ માટે તા. 28 જાન્યુઆરીના રોજ વાર્ષિક સમારંભનું આયોજન પણ કર્યું છે. જેમાં યુએસ અને ભારતના કર્મચારીઓ ભાગ લેશે.

કંપનીની કામગીરી અંગે એટ એ ગ્લાન્સ

કંપની નાના અને મધ્યમ કદના એકમોને મલ્ટી ડિવિઝનલ આઉટસોર્સિંગ ટેકનોલોજી એનેબલ્ડ અને વેલ્યૂ- ડ્રીવન સોલ્યુશન્સમાં નિપુણતા ધરાવે છે. ફુડ એન્ડ બેવરેજીસ, સ્ટાર્ટઅપ્સ, પ્રોફેશન સર્વિસિસ, રિટેઇલ, ઇન્ડોર, સપોર્ટીંગ, ફેસિલિટિઝ, ઇ-કોમર્સ, ફ્રેન્ચાઇસી અને ટકાઉ મેડિકલ ઇક્વિપમેન્ટ સહિતની સગવડો પૂરી પાડે છે. કંપની વિવિધ સેકટર્સ જેવા કે એકાઉન્ટીંગ અને ફાઇનાન્સ, મેડિકલ બિલિંગ, આઇટી અને એવી સેક્ટરમાં નિપુણતા ધરાવે છે.