સીલમેટિક ઈન્ડિય લિમિટેડ (SIL) 16 ફેબ્રુઆરી, 202૩થી તેના પ્રારંભિક જાહેર ભરણાં (IPO)ની શરૂઆત કરશે અને 21મી માર્ચ, 202૩ના રોજ તે બંધ થશે. BSE SME દ્વારા ફાઈલ કરવામાં આવેલા પ્રોસ્પેક્ટસ મુજબ રૂા. 220ના લોવર બેન્ડથી રૂા. 225ના અપર બેન્ડના પ્રાઈઝ બેન્ડ પર 24,99,600  ઈક્વિટી શેર ઓફર કરવામાં આવ્યા છે અને શેર દીઠ ફેસ વેલ્યુ રૂા. 10 રહેશે.

કંપનીની કામગીરી એક નજરે

UMAR AK BALWA, MD SIL

SIL રિફાઇનરી, તેલ અને ગેસ, પેટ્રોકેમિકલ, કેમિકલ, ફર્ટિલાઇઝર, ફાર્માસ્યુટિકલ, પાવર, મરીન, પલ્પ એન્ડ પેપર, ફૂડ એન્ડ બેવરેજ, એરોસ્પેસ અને ઘણી બધી ઔદ્યોગિક એપ્લિકેશનો માટે તમામ પ્રકારના રોટરી સાધનો માટે મિકેનિકલ સીલની ડીઝાઈન અને ઉત્પાદન કરતી કંપની છે. ફોર્ચ્યુન બિઝનેસ ઇન્સાઇટ્સના અહેવાલ મુજબ, વૈશ્વિક ઔદ્યોગિક મિકેનિકલ સીલ માર્કેટનું મૂલ્ય વર્ષ 2021માં USD 4.5 બિલિયન હતું. આ બજાર 2029 સુધીમાં 5.7% CAGRની અપેક્ષા સાથે વધીને USD 6.8 બિલિયન થવાનો અંદાજ છે. સીલમેટિક એ કેએસબી (KSB), સુલ્ઝર (Sulzer), કેઈપીએલ (KEPL), એન્ડ્રીત્ઝ (Andritz), કેબીએલ (KBL), રુરપમ્પેન (RuhrPumpen), વિલો (Wilo), એસપીએક્સ (SPX), સીપેક્સ (Seepex), ડચિંગ (Düchting), આઈટીટી(યુએસએ) (ITT USA), ભેલ (BHEL), સિર્કોર (Circor), આઈડેક્સ (Idex), ઈગેર (Egger), પીએમએસએલ (PMSL), એમએસએલ (MSL), ઝાયલેમ (Xylem), મેત્સો (Metso)  અને અન્ય જાણીતી ઓઈએમએસ (OEM)  કંપનીઓની ઓઈ (OE)  સપ્લાયર છે.

કંપનીને મળેલી એવોર્ડ સિદ્ધિઓ એક નજરે

કંપની API Spec Q1, ATEX – 2014/34/EU, DSIR, ISO 9001, 14001, 45001 અને PED 97/23/EC QA-System, FDA, GMP, RoHS, REACH દ્વારા પ્રમાણિત કંપની છે. વધુમાં, કંપની એકમાત્ર MSME મીકેનિકલ સીલ કંપની છે કે જેને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા મંજુરી પ્રાપ્ત છે. સીલમેટિક ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઉમર બલવાએ જણાવ્યું કે, દેશભરમાં લગભગ 15000 ઉચ્ચ ગુણવત્તાવાળા SME છે.