• વૈશ્વિક આર્થિક પડકારોના પગલે શેરબજારોમાં સાવચેતીનું વલણ
  • આઈટી શેરો સુધર્યા, હેલ્થકેર શેરોમાં ઘટાડો
  • નિફ્ટી50 નવ ટ્રેડિંગ સેશનથી 19500ની સપાટી જાળવવામાં નિષ્ફળ
BSE1318
52 Week High/Low26423
Upper/Lower Circuit55

અમદાવાદ

સેન્સેક્સ અને નિફ્ટી આજે સુધારા સાથે ખૂલ્યા બાદ રેડ ઝોનમાં બંધ રહ્યા છે. સેન્સેક્સ 389.21 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 480.47 પોઈન્ટ વધી 65913.77ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જો કે, રોકાણકારો દ્વારા સાવચેતીનું વલણ જોવા મળતાં અંતે 180.96 પોઈન્ટ ઘટી 65252.34 પર બંધ રહ્યો હતો.

નિફ્ટી-50 સતત નવ ટ્રેડિંગ સેશનથી 19500ની સપાટી જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો. આજે નિફ્ટી 57.30 પોઈન્ટ ઘટી 19386.70 પર બંધ રહ્યો હતો. શેરબજારમાં ઘટાડાનું કારણ વૈશ્વિક સ્તરે વધી રહેલા આર્થિક પડકારો છે. જેના પગલે હાલ રોકાણકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતા નજરે ચડે છે.

સ્થાનિક શેરબજારો સતત 3 દિવસ સુધારા સાથે બંધ રહ્યા બાદ પ્રોફિટ બુકિંગના પ્રેશર વચ્ચે ઘટાડે બંધ રહ્યા હતા. જો કે, નિફ્ટી મીડકેપ 100 બેન્ચમાર્ક આઉટપર્ફોર્મ રહ્યો હતો. આઈટી, રિયાલ્ટી, એફએમસીજી અને બેન્કિંગ શેરોમાં લેવાલી જોવા મળી છે. હાલ, રોકાણકારો જેક્સન હોલ મિટિંગની જાહેરાતો પર નજર રાખી રહ્યા છે. જેમાં વ્યાજદરોમાં વધ-ઘટના નિર્ણયોને આધારે આગામી ચાલ નિર્ધારિત થવા અંગે મોતિલાલ ઓસ્વાલના સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું છે.

રેલવે શેરોમાં તેજી

રેલવે સેક્ટરમાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવણીમાં વધારો અને મજબૂત ઓર્ડર બુકના કારણે રેલવે શેરોમાં તેજી જોવા મળી રહી છે. Titagarh Railનો શેર 10.12 ટકા ઉછળ્યો હતો. IRCTC 1.59 ટકા, IRFC 1.76 ટકા સુધર્યો હતો.

આ શેરો પહોંચ્યા વર્ષની ટોચે

સ્ક્રિપ્સ52 વીક હાઈબંધઉછાળો
ડો રેડ્ડી5931.405986.20-0.38%
એસ્કોર્ટ્સ2991.403005+3.04%
IDFC122.60126.45-1.49%
Tata Power249.55252.751.69%
Tata Comm.1825.1018580.28%
Atul Auto444458.301.01%
Cera Sanitaryware8999.958818.05-0.31%