અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં આજે સંગીન સુધારાની ચાલ આગલાં બંધની સરખામણીએ સેન્સેક્સમાં હાયર હાઇ ખૂલવા અને હાયર હાઇ બંધ થવા સાથે રહી હતી.

IndexOpenHighLowCurrent ValuePrev. CloseCh (pts)Ch (%)
SENSEX60,142.0860,704.4860,072.3460,655.7260,092.97562.750.94

આગલાં બંધની સરખામણીએ સાધારણ સુધારા સાથે ખુલેલો સેન્સેક્સ ઇન્ટ્રા- એક તબક્કે 611 પોઇન્ટ ઉછળ્યો હતો. સેન્સેક્સની આગેવાની હેઠળ અન્ય સેક્ટોરલ્સ પૈકી એફએમસીજી, કેપિટલ ગુડ્સ, ઓઇલ, પાવર, રિયાલ્ટી, ટેકનોલોજી અને આઇટી શેર્સમાં સુધારાની ચાલ જોવા મળી હતી. BSE સેન્સેક્સ ઉપરમાં 60,704.48 અને નીચામાં 60,072.34 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 562.75 પોઈન્ટ્સ અથવા 0.94 ટકા ઉછળીને 60,655.72 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 18,072.05 અને નીચામાં 17,886.95 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 158.45 પોઈન્ટ્સ અથવા 0.89 ટકા વધીને 18,053.30 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ છતાં માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ364416211890
સેન્સેક્સ30228

NSE નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં 3.73 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં હિન્દુસ્તાન યૂનિલિવર, એચડીએફસી, એચસીએલ ટેકનો અને ટીસીએસનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ એસબીઆઈના શેરમાં 1.59 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં બજાજા ફિનસર્વ, ઈન્ડસઈન્ડ, વિપ્રો અને ટાટા સ્ટીલનો સમાવેશ થાય છે.

BSE GAINERS AT GLANCE

SecurityLTP (₹)Change% Ch.
NATIONSTD7,537.95+685.25+10.00
IIFL515.20+43.95+9.33
MINDACORP241.45+15.25+6.74
LODHA1,088.75+62.45+6.08
STLTECH179.65+8.60+5.03

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
NYKAA133.25-7.00-4.99
ZOMATO50.15-2.60-4.93
PAYTM*526.65-26.45-4.78
BANKINDIA93.35-4.45-4.55
DBREALTY92.25-4.05-4.21