અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં નવા સપ્તાહની શરૂઆત પણ નિરાશાજનક રીતે થવા સાથે નિફ્ટીએ 17800 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ લાઇનની નીચે બંધ આપ્યું છે. બીએસઇ માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને ખરડાયેલા રહેવા સાતે સામાન્ય રોકાણકાર વર્ગ ધીરે ધીરે હળવો થઇ રહ્યો છે.

 BSE સેન્સેક્સ ઉપરમાં 60,740.95 અને નીચામાં 60,245.05 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 250.86 પોઈન્ટ્સ ઘટીને 60,431.84 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 17,880.70 અને નીચામાં 17,719.75 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 85.60 પોઈન્ટ્સ ઘટીને 17,770.90 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈ પર એક માત્ર કેપિટલ ગૂડ્ઝને બાદ કરતા તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ આજે ઘટીને બંધ રહ્યા હતા. રિયલ્ટી, આઈટી, ટેકનો, બેન્ક અને ફાઈનાન્શ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.04 ટકા અને 0.48 ટકા વધીને બંધ રહ્યા હતા.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, સેન્ટિમેન્ટ ખરડાયું

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ375911902399
સેન્સેક્સ301118

સેન્સેક્સ પેકમાં 18 સ્ક્રીપ્સમાં ઘટાડાની ચાલ

BSE સેન્સેક્સ પેકમાં આજે ટાઈટનના શેરોમાં સૌથી વધુ 1.97 ટકાનો ઉછાળો નોંધાયો હતો. સુધરેલા મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, સનફાર્મા, આઈટીસી, એચડીએફસી, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેન્કનો સમાવેશ થાય છે. તેની સામે એસબીઆઈના શેરોમાં સૌથી વધુ 2.88 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ઈન્ફોસિસ, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એક્સિસ બેન્ક, બજાજ ફાઈનાન્સ અને ટાટા મોટર્સ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
INGERRAND2,157.15+178.85+9.04
APARINDS2,315.45+146.60+6.76
GLENMARK422.80+22.95+5.74
TTML69.80+3.40+5.12
RKFORGE282.70+11.60+4.28

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
LUPIN675.10-62.10-8.42
GESHIP568.20-50.60-8.18
BALKRISIND2,053.35-253.00-10.97
KENNAMET2,188.90-178.75-7.55
CUB134.75-25.25-15.78