અમદાવાદઃ ભૂતકાળના અનુભવના આધારે શીખીને આપણે આગળ વધીએ છીએ. પરંતુ પ્રાઇમરી માર્કેટ કે સેન્કન્ડરી માર્કેટ (શેરબજારો) હંમેશા ભવિષ્યના અંદાજોના આધારે આગળ વધતાં હોય છે. ખાસ કરીને પ્રવર્તમાન ઇકોનોમિ, પોલિટિક્સ અને તેના આધારે ઘડાતાં સેન્ટિમેન્ટ ત્રણેયનો સંગમ એટલે કે ઇપીએસ મજબૂત થાય તો શેરબજારોમાં સુધારો અને ઇપીએસ ઢીલો પડે તો શેરબજારોમાં કરેક્શનની સ્થિતિ જોવાતી હોય છે. તે ન્યાયે જોઇએ તો 2022ની કેટલીક ઘટનાઓ જેવી કે, ઇન્ફ્લેશન, ઇન્ટરેસ્ટ રેટેસ્, રશિયા- યુક્રેન ક્રાઇસિસ, વર્લ્ડ ઇકોનોમિમાં સ્લો-ડાઉન, એફપીઆઇ ઇન્વેસ્ટમેન્ટ/ ડિસ્ઇન્વેસ્ટમેન્ટ, વૈશ્વિક શેરબજારોની ચાલ, કોવિડ-19 જેવી અન્ય વાઇરસ જન્ય બિમારીઓ તેમજ સંખ્યાબંધ દેશો વચ્ચે ઇકો- પોલિટિકલ ક્રાઇસિસના એંધાણ વર્તાઇ રહ્યા છે. તે જોતાં 2023માં ઇન્ડેક્સ કે સેક્ટરોલ ક્લાઇમેટ નહિં પરંતુ સ્ટોક સ્ફેસિફિક ક્લાઇમેટ જોઇને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવનારા ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ ફાયદામાં રહેશે તેવું હાલના તબક્કે જણાય છે. જો પરિસ્થિતિ વણસે તો બીએસઇ સેન્સેક્સ નીચામાં 53000 પોઇન્ટ સુધી ઘટી શકે અને જો પરિસ્થિતિ સાનુકૂળ બને તો બીએસઇ સેન્સેક્સ ઐતિહાસિક સપાટીથી બીજા 1000 પોઇન્ટ વધવા સાથે 73000 પોઇન્ટ પણ થઇ શકે. માટે “જો અને તો”… ની તૈયારી સાથે પ્રવર્તમાન બનાવો ઉપર વોચ રાખીને સ્ટ્રેટેજી ઘડવાની સલાહ છે. આ તો થઇ ભવિષ્યની વાત હવે ભૂતકાળના બનાવો વિશે પણ થોડું એનાલિસિસ કરીશું તો ભાવિ ચાલનો અંદાજ મેળવી શકાશે….

વિદાય લઇ રહેલું કેલેન્ડર વર્ષ 2022 ભારતીય શેરબજારો માટે વોલેટિલિટી અને અસમંજસની સ્થિતિઓથી ભરપૂર રહેવા સાથે સેન્સેક્સે વર્ષ દરમિયાન ઐતિહાસિક ટોચ નોંધાવી હતી. પરંતુ સમગ્ર વર્ષના અંતે સેન્સેક્સમાં 4.4 ટકાનો સાધારણ સુધારો નોંધાયો હતો. તે અગાઉના સળંગ 3 વર્ષ દરમિયાન એટલેકે 2019માં 14 ટકા, 2020માં 16 ટકા અને 2021માં 24 ટકાનો ડબલ ડિજિટ સાથે તગડો સુધારો નોંધાવ્યો હતો. જોકે, છેલ્લા 10 કેલેન્ડર વર્ષની સ્થિતિ જોઇએ તો સેન્સેક્સ 10માંથી 9 વર્ષ દરમિયાન સુધારા સાથે બંધ રહ્યો છે. એક માત્ર 2015ના વર્ષમાં સેન્સેક્સમાં 5.29 ટકાનું કરેક્શન જોવા મળ્યું હતું. સાર્વત્રિકપણે જોઇએ તો સેન્સેક્સ છેલ્લા એક દાયકામાં એટલેકે 10 વર્ષમાં 213 ટકા ઊછળી ચૂક્યો છે. 10 વર્ષમાં સૌથી મોટો ઉછાળો પણ 2014માં મોદી સરકારે કેન્દ્ર સરકારમાં સત્તાનું સુકાન સંભાળ્યું તે વર્ષે 30 ટકાનો મહા જંગી ઊછાળો નોંધાવ્યો હતો.

સેન્સેક્સ છેલ્લા 10 વર્ષમાં 41414 પોઇન્ટ (213 ટકા) ઉછળ્યો

વર્ષSENSEX+/-+/-%
20132117117449.00
201427499632830.00
201526117-1382-5.29
2016266265091.95
201734057743128.00
20183606820116.00
201941254518614.00
202047751649716.00
2021582541050322.00
20226084125874.40

(સ્રોતઃ બીએસઇ)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)