2022ઃ સેક્ટોરલ્સ પૈકી પાવર ઇન્ડેક્સમાં સૌથી વધુ 26 ટકા, PSU ઇન્ડેક્સમાં 18 ટકાનો સુધારો

અમદાવાદઃ સામાન્ય રોકાણકારો ધીરે ધીરે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ બની રહ્યા છે. માત્ર સેન્સેક્સ જોઇને સોદા કરનારા રોકાણકારો ધીરે ધીરે સેક્ટર અને સ્ટોક સ્ફેસિફિક એપ્રોચ ધરાવતાં થયા છે. એટલેજ વિતેલા કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન સેન્સેક્સમાં માત્ર 4.4 ટકાનો જ સુધારો નોંધાયો છે. પરંતુ સેક્ટર સ્પેસિફિક સુધારામાં પાવર ઇન્ડેક્સ સૌથી વધુ 26 ટકા ત્યારપછીના ક્રમે પીએસયુ 23 ટકા, બેન્કેક્સ 21 ટકા, એનર્જી 18 ટકા, એફએમસીજી 17 ટકા, ઓઇલ એન્ડ ગેસ 16.6 ટકા, ઓટો 16.5 ટકા અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 16 ટકા તથા ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્ડેક્સમાં 11 ટકાનો ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે.

બીજી તરફ આઇટી અને ટેકનોલોજી ઇન્ડાઇસિસમાં સૌથી વધુ અનુક્રમે 32 ટકા અને 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે હેલ્થકેરમાં 14 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 12.71 ટકા, રિયાલ્ટીમાં 11.6 ટકાનો ડબલ ડિજિટ ડાઉનફોલ જ્યારે ટેલિકોમ ઇન્ડેક્સમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ બધી બાબતો ઉપરથી સ્પષ્ટ થાય છે કે, વિતેલા વર્ષ દરમિયાન પાવર, પીએસયુ, બેન્કિંગ ફાઇનાન્સ અને ઓઇલ- એનર્જી- ગેસ તેમજ ઓટો શેર્સ ટોપ ગિયર્સમાં રહ્યા હતા. જ્યારે વર્લ્ડ ઇકોનોમિમાં સ્લોડાઉનની સ્થિતના કારણે વિદેશી આવક ઉપર નિર્ભર આઇટી- ટેકનોલોજી તેમજ હેલ્થકેર સેક્ટોરલ્સની હેલ્થ નાદૂરસ્ત રહી હતી.

કેલેન્ડર વર્ષ 2023 માટે ધ્યાનમાં રાખવા જેવાં સેક્ટર્સ

બેન્કિંગ- ફાઇનાન્સ, સોલાર એનર્જી, ઇલેક્ટ્રીક કાર્સ સાથે ઓટો ઇન્ડસ્ટ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ જળવાઇ રહેવાની શક્યતા જણાય છે.

સેન્સેક્સ કરતાં અનેકગણી વૃદ્ધિ નોંધાવી 9 સેક્ટોરલ્સે

INDEX31-12-2021OpenHighLow31-12-2022YRDIFF.+/-%
SENSEX58,253.8258,310.0963,583.0750,921.2260,840.7425874.44
MIDCAP24,970.0825,055.1826,440.8120,814.2225,314.503441.38
SMALLCAP29,457.7629,607.8831,304.4423,261.3928,926.79-532-1.84
POWER3,481.713,504.605,352.943,490.944,381.2990026.00
PSU8,141.228,166.6210,381.637,539.5210,017.86187623.00
BANKEX40,408.5040,459.0150,164.4336,888.4048,906.28849821.00
ENERGY7476.237,476.909,058.397,082.598,814.63133818.00
FMCG13,784.5813,820.8216,811.2512,317.1416,075.30229117.00
OIL-GAS17,508.0317,512.4020,830.4316,378.9220,409.11290116.60
AUTO24,817.6024,975.8131,002.4121,083.4928,923.14410616.55
CG28750.7228,786.1335,537.6824,550.3133,342.22459216.00
FINANCIAL8,048.798,061.749,204.526,912.708,938.5689011.00
METAL19,245.7519,344.9023,742.9914,853.0520,855.5916108.00

IT માં સૌથી વધુ 32%, ટેકનોલોજીમાં 14% ઘટાડો નોંધાયો

INDEX31-12-2021OpenHighLow31-12-2022YRLY DIFF.+/-%
IT37,844.4937,905.1538,713.3026,742.6928,671.86-9172-32.00
TECK16,616.1616,635.6917,054.4812,251.8913,413.34-3203-24.00
HEALTHCARE26,205.7326,298.0226,332.1320,847.5523,033.66-3172-14.00
CONSUMER DURABLE44,768.1044,769.9746,480.7633,420.2139,722.17-5046-12.71
REALTY3841.123,842.314,181.832,913.523,446.85-395-11.60
TELECOM1,813.321,820.041,971.511,467.091,732.09-519-5.00

(SOURCE: BSE)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)