સેન્સેક્સમાં 145 પોઇન્ટના સુધારા સાથે હાયર હાઇ, હાયર લો પોઝિશન

5 સેક્ટોરલ્સ ઐતિહાસિક સપાટીએ, મિડકેપ ઇન્ડેક્સ પણ વર્ષની ટોચે

અમદાવાદઃ ઓઇલ, એફએમસીજી, ફાઇનાન્સ, બેન્કિંગ અને કેપિટલ ગુડ્સ એમ પાંચ સેક્ટોરલ્સ ઐતિહાસિક ટોચે પહોંચવા સાથે મિડકેપ ઇન્ડેક્સે વર્ષની નવી ટોચ નોંધાવી માર્કેટમાં રાહત રેલીનો સંકેત આપી દીધો છે. દરમિયાનમાં સેન્સેક્સ સવારે 153 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ ઉપરમાં 302 પોઇન્ટ સુધર્યા બાદ નીચામાં પણ 58 પોઇન્ટની આગલાં બંધ સામે રિકવરી નોંધાવવા સાથે સેન્સેક્સે ટેકનિકલી હાયર હાઇ હાયર લોની પોઝિશન ક્રિએટ કરી છે. જે દર્શાવે છે કે, માર્કેટ સેન્ટિમેન્ટ અને માર્કેટબ્રેડ્થ બન્ને પોઝિટિવ કન્ડિશન દર્શાવે છે.

સેન્સેક્સ છેલ્લે 144.61 પોઇન્ટના સુધારા સાથે 62677.91 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 52.30 પોઇન્ટ વધી 18669.80 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ30219
બીએસઇ367719961548

All time high indices at a glance

Indexhighclose+/-%
Oil20806.7320614.50+0.26
Fmcg16811.2516701.41-0.37
Finance9204.529182.07+0.38
Bankex50164.4350032.07+0.21
Capital goods35440.3635389.57+0.92

Midcap index at 52 week high

Midcaphigh26440.8126393.13+0.59