મુંબઈ: ભારતની અગ્રણી ઓટોમોટિવ કંપનીઓ પૈકીની એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ (એમએન્ડએમ)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીનાં ઇલેક્ટ્રિક વાહનો માટેનાં રૂ. 10,000નાં રોકાણને મહારાષ્ટ્ર સરકારની ઇલેક્ટ્રિક વાહનો માટે ઔદ્યોગિક સંવર્ધન યોજના અંતર્ગત મંજૂરી મળી છે.

કંપની એની પેટાકંપની મારફતે મહિન્દ્રાના આગામી બોર્ન ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (BEVs)ની ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવા, વિકસાવવા અને નિર્માણ માટે 7થી 8 વર્ષના ગાળામાં અંદાજે રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે. આ BEVsમાંથી કેટલાંકનું પ્રદર્શન 15 ઓગસ્ટ, 2022ના રોજ યુકેના ઓક્સફર્ડશાયરમાં થયું હતું. અત્યાધુનિક INGLO EV પ્લેટફોર્મ પર આધારિત આ વાહનોમાં આઇકોનિક બ્રાન્ડ – XUV અંતર્ગત e-SUVs પણ સામેલ છે, જે કોપરમાં ટ્વિન પીક લોગો ધરાવશે અને સંપૂર્ણપણે નવી ઇલેક્ટ્રિક-ઑન્લી બ્રાન્ડ ‘BE’ ધરાવે છે.

શેરમાં સાધારણ સુધારોઃ કંપનીની આ જાહેરાતના પગલે આજે શેર રૂ. 2.45 વધી રૂ. 1286.15ની સપાટીએ બંધ રહ્યો હતો.