ઓક્ટોબર માસમાં પ્રિમિયમ પોલિમર્સની ચાલ

DateOpenHighLowClose
3/10/23104.65106.85102.00105.95
4/10/23105.80109.70105.00105.00
5/10/23108.00110.25108.00110.25
6/10/23115.75115.75115.00115.75
9/10/23121.95138.90121.95138.85
10/10/23141.95146.30132.20144.25
11/10/23144.10150.00137.50138.00
12/10/23144.25160.60132.00151.45

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ તમારા પોર્ટફોલિયોમાં રહેલો શેર સડસડાટ વધે તો તમને ગમે કે નહિં…?

તમે કહેશો કે કેવો ગાંડા જેવો સવાલ કરો છો..?

સતત ખોટ કરતો અને સ્મોલકેપ સ્ટોક પ્રિમિયર પોલિફિલ્મ એક જ અઠવાડિયામાં 45 ટકાથી વધુ ઉછળ્યો છે. એટલું જ નહિં છેલ્લા એક મહિનામાં જે વોલ્યૂમ નહોતું થતું તેનાથી 33 ગણાથી પણ વધુ શેર્સનું વોલ્યૂમ નોંધાતા મુંબઇ શેરબજારે કંપની પાસે ખૂલાસો માગ્યો છે. સામે કંપનીએ એવો જવાબ આપ્યો કે, આ અંગે તપાસ થવી જોઇએ. કંપનીના નથી તો કોઇ ફન્ડામેન્ટલ્સ કે નથી કોઇ ફેન્સી અને અચાનક કોઇ કળા કરી રહ્યું હોય ત્યારે સ્ભાવિક શંકાની સોય કંપનીના પ્રમોટર્સ અને સટ્ટોડિયાઓની સાંઠ-ગાંઠ હોવાનો વિચાર પહેલાં આવે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં પ્રિમિયમ પોલિમર્સની ચાલ

MonthOpenHighLowClose
Jan2395.70121.9595.7098.40
Feb2395.00103.1580.9086.80
Mar2388.0092.5568.0572.31
Apr2375.7095.0075.7083.44
May2383.4595.0479.0189.29
Jun2387.42109.2586.31103.81
Jul23106.90118.4598.00107.10
Aug23109.00130.90100.30110.00
Sep23108.30112.45100.65105.25
Oct23104.65160.60102.00151.45

4 ઓક્ટોબરે રૂ. 105 પર બંધ રહેલો શેર તા. 12 ઓક્ટોબરના રોજ રૂ. 151.45ની સપાટીએ 10 ટકાની તેજીની સર્કીટ સાથે બંધ રહ્યો હતો.

કંપનીએ 11 ઓક્ટોબરના રોજ બીએસઈને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તમારા પોતાના સ્તરે કંપનીના શેરના ભાવ અને વોલ્યુમમાં અચાનક વધારો થવાના કારણો તપાસો અને તે મુજબ પગલાં લો. અને રોકાણકારો અથવા કંપનીના હિતને જોખમમાં મૂકે તેવું કોઈ કારણ આવો છો, તો કૃપા કરીને અમને સાવચેત કરો તેમ પણ કંપનીએ જણાવ્યું હતું.

BSE ડેટા દર્શાવે છે કે શેરનું સરેરાશ એક મહિનાનું ટ્રેડિંગ વોલ્યુમ 2,451 શેર છે, જે 9 ઓક્ટોબરના રોજ 81,285 સુધી પહોંચ્યું હતું, જેમાં સ્ટોક 20 ટકા વધીને રૂ. 138.85 થયો હતો.

બીજા દિવસે વોલ્યુમ નીચું 56,227 હતું, જ્યારે શેરમાં વધુ 4 ટકાનો વધારો થયો હતો. 11 ઓક્ટોબરના રોજ, શેર 4 ટકા ઘટીને રૂ. 138 પર બંધ રહ્યો હતો પરંતુ વોલ્યુમ 9,752 શેર્સનું રહ્યું હતું. 12 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે શેર ફરી ઊછળી રૂ. 160.60ની વર્ષની ટોચની સપાટીએ આંબી ગયો હતો.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)