મુંબઇ, 19 સપ્ટેમ્બરઃ ગુરુવારે સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર) લેણાંની પુનઃ ગણતરી માટે ટેલિકોમ્યુનિકેશન કંપનીઓની અરજીને ફગાવી દીધી હતી. તેના પગલે ટેલિકોમ શેરોએ વેચાણના દબાણનો સામનો કરવો પડ્યો હતો. ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા એ ટેલિકોમ્યુનિકેશન વિભાગના લેણાંની ગણતરીમાં ગંભીર ભૂલનો આક્ષેપ કરીને ક્યુરેટિવ પિટિશન દાખલ કરનાર ટેલિકોમ કંપનીઓમાં સામેલ હતા. દેવાથી લદાયેલી ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાના શેર 15 ટકાથી વધુ તૂટી ગયા છે. બપોરે 12.45 વાગ્યે, NSE પર Viના શેર રૂ. 11.41 ક્વોટ કરી રહ્યા હતા. દરમિયાન ઇન્ડસ ટાવર્સના શેરનો ભાવ જે 14 ટકાથી વધુ ઘટ્યો હતો, તે 7.5 ટકાના ઘટાડા સાથે રૂ. 397 ક્વોટ થયો હતો. NSE પર ભારતી એરટેલનો શેર બે ટકાના વધારા સાથે રૂ. 1,701 ક્વોટ કરી રહ્યો હતો. 28 ઓગસ્ટ, 2024ના રોજ, ઇન્ડસ ટાવર્સના બોર્ડે 5.67 કરોડ શેરના શેર બાયબેકને મંજૂરી આપી હતી, જેનાથી કંપનીમાં ભારતી એરટેલનો હિસ્સો વધીને 50 ટકાથી વધુ થશે. આ ઇન્ડસ ટાવર્સને ભારતી એરટેલની પેટાકંપની બનાવશે.

15 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે વોડાફોન આઈડિયાની સરકારને બાકી ચૂકવણી અંગેના તેના 2019ના ચુકાદાને પડકારતી રજૂઆતને સ્વીકારી હતી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)