અમદાવાદ, 30 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં પૂર્ણ થવા જઈ રહેલુ નાણાકીય વર્ષ આઈપીઓ માટે આકર્ષક રહ્યું છે. તેમાંય ભારે જોખમ અને વોલેટાઈલ ગણાતા એસએમઈ આઈપીઓએ સ્ટેબલ અને મબલક રિટર્ન આપી રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. નાણાકીય વર્ષ 2023-24માં કુલ 198 આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યુ હતું, જેમાંથી 55 આઈપીઓમાં ટ્રિપલ ડિજિટ રિટર્ન છૂટ્યું છે. જ્યારે 65 આઈપીઓ 60 ટકા સુધી નેગેટિવ રિટર્ન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે, તાજેતરમાં સેકેન્ડરી માર્કેટમાં નોંધાયેલી હાઈ વોલેટિલિટી વચ્ચે પણ એસએમઈ આઈપીઓ સ્થિર પ્રીમિયમ સાથે લિસ્ટિંગ કરાવવામાં સફળ રહ્યા છે. જ્યારે મેઈન બોર્ડમાં લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ થયા હતા.

તેજી હી તેજી

બોન્ડાડા એન્જિનિયરિંગના એસએમઈ આઈપીઓમાં રોકાણકારો માલામાલ થયા છે. 30 ઓગસ્ટ, 2023ના રોજ લિસ્ટેડ બોન્ડાડાના એસએમઈ આઈપીઓમાં રૂ. 1.20 લાખ (1600 શેર લોટ)નું રોકાણ આજે 12 લાખથી વધ્યું છે. બોન્ડાડાના શેર રૂ. 75ની ઈશ્યૂ પ્રાઈસ સામે 852.15ના છેલ્લા બંધ સાથે 1036.2 ટકા રિટર્ન આપી રહ્યા છે. આ સિવાય કોર ડિજિટલ, સાહાના સિસ્ટમ, મેસન વાલ્વ, ટ્રિડેન્ટ ટેકલેબ્સ, ઓરિયાના, શ્રીરારી સહિતના એસએમઈ આઈપીઓમાં પણ રોકાણકારોને 500 ટકાથી વધુ રિટર્ન પ્રાપ્ત થયુ છે.

રિટેલ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર

SME IPO સેગમેન્ટમાં આ નાણાકીય વર્ષે સૌથી વધુ રૂ. 189.50 કરોડનો મોટો આઈપીઓ કેપી ગ્રીન લઈ આવી હતી. જે 22 માર્ચ-24એ 45.83 ટકા પ્રીમિયમે લિસ્ટ થયા બાદ હાલ 68.78 ટકા રિટર્ન આપી રહ્યો છે.

એસએમઈ સેગમેન્ટમાં કુલ 200 આઈપીઓએ રૂ. 5838 કરોડનું રેકોર્ડ ફંડ એકત્ર કર્યુ છે. જે ગતવર્ષે 125 એસએમઈ આઈપીઓ દ્વારા રૂ. 2235 કરોડ સામે 161 ટકા વધુ છે. એસએમઈ આઈપીઓના આકર્ષક રિટર્નને ધ્યાનમાં લેતાં રિટેલ રોકાણકારોની રૂચિ વધી છે. એસએમઈ આઈપીઓમાં રિટેલ સબ્સક્રિપ્શન વધ્યું છે. રિટેલ રોકાણકારોએ ઘણા એસએમઈ આઈપીઓમાં 500થી 1000 ગણી અરજી કરી હતી.

ટોપ ગેઈનર્સ એસએમઈ આઈપીઓ

આઈપીઓરિટર્ન
Bondada Engineerings1036.2%
Trident Techlabs585.71%
Srirari576.16%
Meson Valves558.86%
Oriana528.81%
Sahana System528.67%
Kore Digital495.92%
Remus461.38%

નિષ્ણાતોના મતે એસએમઈ આઈપીઓ રોકાણ ટીપ્સ

ઈન્વેસ્ટરપોઈન્ટના જયદેવસિંહ ચુડાસમાએ એસએમઈ આઈપીઓમાં રોકાણ કરતી વખતે અમુક બાબતોને ધ્યાનમાં લેવા સલાહ આપી છે, 1) કંપનીનું ભૂત-ભવિષ્ય-વર્તમાન, 2) ફંડામેન્ટલ્સ અને ફેન્સી 3) મેનેજમેન્ટ-પ્રમોટરનો ઈતિહાસ, 4) પીઈ રેશિયો. આ તમામ બાબતો પર નિરિક્ષણ કર્યા બાદ રોકાણ કરવુ જોઈએ, કારણકે, ઘણી નેગેટિવ કંપનીઓ સકારાત્મક પ્રવાહનો લાભ લેતી હોય છે. જેમાં નુકસાન થવાની શક્યતા વધુ હોય છે.

સામાન્ય રોકાણકાર માટે SME IPOમાં રોકાણ શક્ય?

સામાન્ય રોકાણકાર મેઈન બોર્ડની જેમ એસએમઈ સેગમેન્ટમાં પણ રોકાણ કરી શકે છે. જો કે, તેેમાં મોટા ફંડની જરૂર પડે છે. એસએમઈ સેગમેન્ટમાં રિટેલ રોકાણકાર 2 લાખ સુધીનું રોકાણ કરી શકે છે. લઘુત્તમ લોટદીઠ રોકાણ માટે રૂ. 1 લાખથી વધુ ફંડ હોવુ જરૂરી છે. જ્યારે એચએનઆઈ અને એનઆઈઆઈ 2 લાખથી 5 લાખ સુધીનું રોકાણ કરવાનું હોય છે.

23 મહારાષ્ટ્રમાંથી અને 20 ગુજરાતમાંથી એસએમઈ આઈપીઓ 2024માં

51 આઈપીઓ ગુજરાતમાંથી અને મહારાષ્ટ્રમાંથી 77 એસએમઈ આઈપીઓ 2023માં

કેપિટલ ગુડ્સ, આઈટી, સેગમેન્ટની એસએમઈએ આઈપીઓ હેઠળ સૌથી વધુ ફંડ એકત્ર કર્યું

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)