અમદાવાદ, 25 ડિસેમ્બરઃ IPO-બાઉન્ડ ઓમ્નીચેનલ રિટેલર ફર્સ્ટક્રાયના સૌથી મોટા શેરહોલ્ડર, SoftBank વિઝન ફંડે કંપનીમાંથી હિસ્સો હળવો કર્યો છે, જેનાથી વધુ ફેમિલી ઓફિસ અને વ્યક્તિઓ માટે આઈપીઓમાં હિસ્સો લેવાનો માર્ગ મોકળો થયો છે.

ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, એથનિક વેર બ્રાન્ડ માન્યાવરના રવિ મોદી, ઇન્ફોસિસના કોફાઉન્ડર ક્રિસ ગોપાલક્રિષ્નન અને TVS ગ્રૂપ ફેમિલીની ફેમિલી ઑફિસ કંપનીમાં હિસ્સો ધરાવે છે. સોફ્ટબેન્કની આ પહેલથી આગામી વર્ષે આયોજિત આઈપીઓમાં ઓફર ફોર સેલ રૂ. 1000 કરોડથી વધુ થશે.

સોફ્ટબેન્કે લગભગ રૂ. 600 કરોડમાં શેર વેચ્યા છે અને કંપનીમાં તેનું હોલ્ડિંગ 25%થી નીચેનું થઈ ગયું છે, એમ આ બાબતે જાણકાર લોકોએ માહિતી આપી છે કે, માસાયોશી સન દ્વારા સંચાલિત ટેક્નોલોજી ઈન્વેસ્ટરે થોડાં વર્ષો પહેલાં તેનું હોલ્ડિંગ લગભગ 29-30% ઘટાડ્યું છે.

ફર્સ્ટક્રાય આ અઠવાડિયે તેના ડ્રાફ્ટ IPO પેપર્સ ફાઇલ કરે તેવી અપેક્ષા છે. કંપની તેની જાહેર ઓફર દ્વારા $500-600 મિલિયન એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે.

ત્રણ ફેમિલી ઑફિસ, રંજન પાઈ (મણિપાલ ગ્રૂપ), હર્ષ મારીવાલાની (મેરિકો) ઇન્વેસ્ટમેન્ટ ઑફિસ શાર્પ વેન્ચર્સ અને હેમેન્દ્ર કોઠારીની DSP ફેમિલી ઑફિસે ફર્સ્ટક્રાયમાં શેર ખરીદ્યા હતા,સોફ્ટબેન્કે 2020માં ફર્સ્ટક્રાયમાં સૌપ્રથમ રોકાણ કર્યું હતું. કંપની 4 અબજ ડોલરથી વધુના વેલ્યૂએસન સાથે માર્કેટમાં લિસ્ટિંગ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે, સોફ્ટબેન્કે કે ફ્રસ્ટક્રાયે આ મામલે કોઈ સ્પષ્ટતા આપી નથી.

સેકેન્ડરી સેલ ઓફરમાં હાલના રોકાણકારો તેમનો હિસ્સો ભાગોમાં અથવા સંપૂર્ણ નવા રોકાણકારોને વેચશે. પ્રાઈમરી શેર ઓફર દરમિયાન, નવા શેર જારી કરી ફંડ એકત્ર કરવામાં આવશે. ફર્સ્ટક્રાયના $500 મિલિયન IPOમાં પ્રાઇમરી શેર સેલમાં 35-37% ઓફર મળવાની ધારણા છે જ્યારે બાકીની ઓફર ફોર સેલ (OFS) રહેશે.

નવા રોકાણકારો ફર્સ્ટક્રાયના કેપ ટેબલમાં જોડાઈ રહ્યા છે જેમાં પ્રેમજી ઈન્વેસ્ટ-વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીની ફેમિલી ઓફિસ, મહિન્દ્રા ગ્રૂપ અને અન્યનો સમાવેશ થાય છે.

2021માં Nykaaના IPO બાદ  ફર્સ્ટક્રાય એ બીજું ભારતીય વર્ટિકલ ઈકોમર્સ પ્લેટફોર્મ હશે. તે ભારતમાં 1,000 રિટેલ સ્ટોરને પાર કરવાની નજીક છે. ફર્સ્ટક્રાય પાસે ઈકોમર્સ રોલ અપ સબસિડિયરી ગ્લોબલબીઝ પણ છે.

સુપમ મહેશ્વરી, સંકેત હટ્ટીમાત્તુર, અમિતવા સાહા અને પ્રશાંત જાધવે 2010માં ફર્સ્ટક્રાયની સ્થાપના કરી હતી. મહેશ્વરી અને હટ્ટીમાત્તુર કંપનીના બોર્ડમાં છે જ્યારે સાહા એક્સપ્રેસબીઝ ચલાવે છે. એક લોજિસ્ટિક્સ ફર્મ જે ઈકોમર્સ ફર્મમાંથી બહાર નીકળી હતી. નીતિન અગ્રવાલ ગ્લોબલબીઝના ચીફ એક્ઝિક્યુટિવ છે.