Stock Price: RVNL શેર 12% ઉછળ્યો, ઓર્ડર બુક 65 હજાર કરોડે પહોંચી
અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની રેલ વિકાસ નિગમ (RVNL) ના શેર સોમવારે શરૂઆતના વેપારમાં લગભગ 12% વધીને ₹281.30 થયા હતા. શેરમાં ઉછાળા પાછળનુ કારણ તેની ઓર્ડર બુક ₹65,000 કરોડને સ્પર્શી હોવાનું છે, જેમાં 50% રેલવે પ્રોજેક્ટ્સમાંથી આવે છે.
એક ઈન્વેસ્ટર કૉલમાં, કંપનીએ જણાવ્યું હતું કે તે મધ્ય એશિયા, UAE અને પશ્ચિમ એશિયા સહિત ઑફશોર બજારોમાં નવા પ્રોજેક્ટ્સ શોધી રહી છે. “અમને લગભગ ₹65,000 કરોડની ઑર્ડર બુક મળી છે, જે નોમિનેશનમાંથી આશરે 50% હિસ્સો સામાન્ય રેલવે પ્રોજેક્ટ્સ અને 50% બજારમાંથી મળે છે. આવનારા સમયમાં, અમારે લગભગ ₹75,000 કરોડની ઑર્ડર બુક જાળવી રાખશે.” ટોચના મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે વંદે ભારત ટ્રેનનો હિસ્સો લગભગ ₹9,000 કરોડનો હતો અને ₹7,000 કરોડ અનેક મેટ્રો પ્રોજેક્ટ માટે હતો. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તેણે ઇલેક્ટ્રિફિકેશન અને ટ્રાન્સમિશન લાઇનમાં અન્ય પ્રોજેક્ટ્સ પણ મેળવ્યા છે.
રેલ્વે સેક્ટરમાં મજબૂત ઓર્ડર ઇનફ્લો અને ચાલુ પરિવર્તનને કારણે છેલ્લા એક વર્ષથી દલાલ સ્ટ્રીટ પર રેલ્વે સ્ટોક્સ સારું પ્રદર્શન કરી રહ્યા છે. માર્ચ 2023 અને જાન્યુઆરી 2024ની વચ્ચે, સ્ટોકમાં એક તરફી વૃદ્ધિ જોવા મળી હતી, જેણે 436%નું શાનદાર રિટર્ન આપ્યું હતું.
ઓક્ટોબર 2022થી અત્યાર સુધીમાં આરવીએનએલ 722% વધ્યો છે. એકલા જાન્યુઆરી 2024માં જ શેરમાં લગભગ 70%નો ઉછાળો આવ્યો હતો.