પ્રમોટર ગ્રુપના શ્રીમતી મધુ નારાયણ સાબૂએ ઓપન માર્કેટમાંથી 1,05,000 શેર્સ હસ્તગત કર્યા

સુરત, 19 ફેબ્રુઆરી: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (એએસી) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના ઉત્પાદ બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ સંયુક્તપણે 72.42 ટકાએ પહોંચ્યું છે. 16 ફેબ્રુઆરી, 2024ના રોજ પ્રમોટર ગ્રુપના શ્રીમતી મધુ નારાયણ સાબૂએ સ્ટોક એક્સચેન્જીસને માહિતી આપી હતી કે તેમણે શુક્રવાર, 16 ફેબ્રુઆરી, 2024ના રોજ ઓપન માર્કેટમાંથી કંપનીના 1,05,000 શેર્સ ખરીદ્યા છે. આ શેર્સ હસ્તગત કર્યા બાદ બિગબ્લોક કન્સ્ટ્રક્શનમાં શ્રીમતી મધુ નારાયણ સાબૂનું હોલ્ડિંગ 5.53 ટકાથી વધીને 5.68 ટકા થઈ ગયું છે.

વધુમાં માર્ચ 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામા પણ પ્રમોટર ગ્રુપે કંપનીમાં હોલ્ડિંગ 71.81 ટકાથી  વધારીને 72.27 ટકા કર્યુ હતું.  પ્રમોટર ગ્રુપ એકમ મોહિત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે પણ છેલ્લા બે વર્ષમાં તેનું હોલ્ડિંગ જૂન 2021માં 0.16 ટકાથી વધારીને ડિસેમ્બર 2023 સુધીમાં 1.63 ટકા કર્યું છે.

ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિના માટે કંપનીએ રૂ. 22 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો, રૂ. 175.3 કરોડની કામગીરીથી આવકો અને રૂ. 43.6 કરોડની એબિટા નોંધાવી છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2023-24 માટે રૂ. 2ની ફેસ વેલ્યુના દરેક શેર પર શેરદીઠ રૂ. 0.20નું એટલે કે 10 ટકાનું બીજું વચગાળાનું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું. પ્રમોટર ગ્રુપ અને તેના એકમોના મોટાભાગનાએ (પ્રમોટર ગ્રુપના કુલ 72.27 ટકા પૈકીના 60.03 ટકાએ) તેમના ડિવિડન્ડ હકો ત્યાગ કરવાનું ચાલુ રાખ્યું છે.

કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર નાણાંકીય વૃદ્ધિ નોંધાવી છે જેમાં 3 વર્ષનો ચોખ્ખો નફો 132 ટકા સીએજીઆર, વેચાણ 19 ટકાના સીએજીઆરથી વધ્યા છે. આગળ જતા કંપની 20-25 ટકાના  એબિટા માર્જિન સાથે 20-25 ટકાની વેચાણ વૃદ્ધિ હાંસલ કરવાની અપેક્ષા રાખે છે.

થાઈલેન્ડના એસસીજી ગ્રૂપ સાથેની ભાગીદારીમાં કુલ રોકાણ રૂ. 65 કરોડ જેટલું થયું

થાઈલેન્ડના એસસીજી ગ્રૂપ સાથેની ભાગીદારીમાં કંપની, સિઆમ સિમેન્ટ બિગ બ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ, અમદાવાદના કપડવંજમાં વાર્ષિક 3 લાખ ક્યુબિક મીટર એએલસી પેનલ્સ અને એએસી બ્લોક્સ પ્લાન્ટ સ્થાપી રહી છે અને 2-3 મહિનાની અંદર ઉત્પાદન શરૂ થવાની ધારણા રાખે છે. સંયુક્ત સાહસ પ્રોજેક્ટમાં કુલ રોકાણ રૂ. 65 કરોડ જેટલું થયું છે, જેમાં બિગબ્લોક કન્સ્ટ્રક્શનનો હિસ્સો 52 ટકા છે. તમામ ચાલુ વિસ્તરણ પૂર્ણ થયા પછી કંપનીની કુલ ક્ષમતા વધીને વાર્ષિક 13.75 લાખ ઘન મીટર થશે, જેનાથી કંપની દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક બનશે. કંપની વિસ્તરણ પછી દર વર્ષે લગભગ 2.5 થી 3 લાખ ટન કાર્બન ક્રેડિટ જનરેટ કરવાની પણ અપેક્ષા રાખે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)