મુંબઇઃ સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ લિ. 57.6 કરોડ ડોલર (રૂ. 4675 કરોડ)માં અમેરિકા સ્થિત કોન્સર્ટ ફાર્માસ્યુટીકલ્સ (NASDAQ: CNCE) હસ્તગત કરશે. જેમાં સન ફાર્મા કોન્સર્ટના તમામ શેર્સ ટેન્ડર ઓફર અંતર્ગત રોકડમાં શેરદીઠ 8 ડોલરના ભાવે હસ્તગત કરશે. કોન્સર્ટના સ્ટોકહોલ્ડર્સને શેરદીઠ 3.50 ડોલર સુધીનો વધારાનો નોન ટ્રેડેબલ કોન્ટીજન્ટ વેલ્યૂ રાઈટ મળશે. રોકડમાં શેર દીઠ $8.00ની અપફ્રન્ટ ચુકવણી આજની જાહેરાત પહેલાના છેલ્લા ટ્રેડિંગ દિવસ, 18 જાન્યુઆરી, 2023ના રોજ કોન્સર્ટના 30-દિવસના વોલ્યુમની વેઇટેડ એવરેજ કિંમતના આશરે 33% પ્રીમિયમ દર્શાવે છે.
કોન્સર્ટ એ ડ્યુટેરિયમના ઉપયોગની અગ્રણી બાયોટેકનોલોજી કંપની છે. જે એલોપેસીયા એરિયાટા (ત્વચા સંબંધી રોગ)ની બીમારીની સારવાર કરે છે. સન ફાર્મા વૈશ્વિક ડર્મેટોલોજી અને ઑપ્થેલ્મોલોજી ફ્રેન્ચાઇઝી બનાવી રહી છે. વિશ્વભરમાં આ ઉપચારોમાં પસંદગીના વિકાસ અને વ્યાવસાયિક ભાગીદાર બનવાનો હેતુ સાથે સન ફાર્માના ઉત્તર અમેરિકાના સીઈઓ અભય ગાંધીએ જણાવ્યું હતું કે, કોન્સર્ટનું એક્વિઝિશન ડીયુરોક્સોલિટિનિબમાં એલોપેસીયા એરિયાટા માટે અંતિમ તબક્કામાં સંભવિત શ્રેષ્ઠ-વર્ગની સારવાર ઉમેરે છે. અમારું લક્ષ્ય એલોપેસિયા એરિયાટા દર્દીને સંપૂર્ણ સારવાર પૂરી પાડવાનો છે.અમે આ ઉત્પાદનને વૈશ્વિક સ્તરે બજારમાં સફળતાપૂર્વક લાવવા માટે સારી સ્થિતિમાં છીએ. કોન્સર્ટના સીઈઓ અને હેડ રોજર ટુંગે જણાવ્યું હતું કે, સનફાર્મા સાથેની ડીલથી અમારા શેરધારકોના નોંધપાત્ર મૂલ્યમાં વધારો થશે.કોન્સર્ટમાં અમારું મિશન હંમેશા દર્દીઓના જીવનને અર્થપૂર્ણ રીતે સુધારવા માટે ક્લિનિકલ સોલ્યુશન્સમાં ઈનોવેટિવ સાયન્સનો ઉપયોગ કરવાનો રહ્યો છે.