• કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ તા.11 ઓક્ટોબરે ખૂલી તા. 20 ઓક્ટોબરે બંધ થશે
  • શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 3ના પ્રિમિયમે કંપની 240 શેર્સ ઇશ્યૂ કરશે
  • અરજી સમયે શેરદીઠ રૂ. 2.50 અને કોલ આવે ત્યારે રૂ. 2.50 ચૂકવાના રહેશે

અમદાવાદ: ભારતની ટોચની રિન્યૂએબલ ઓએન્ડએમ સર્વિસ પ્રોવાઇડર્સ સુઝલોન એનર્જી લિમિટેડ તા. 11 ઓક્ટોબરના રોજ રૂ. 1200 કરોડના રાઇટ્સ ઇશ્યૂ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ રૂ. 2ની મૂળકિંમત અને રૂ. 3 પ્રિમિયમ ધરાવતા 240 કરોડ શેર્સ તેના શેરધારોકેને 21 શેરદીઠ 5ના ગુણોત્તરમાં ઓફર કરશે.

ઇશ્યૂનો હેતુ રૂ. 900 કરોડનું દેવું ચૂકવ

કંપની રાઇટ્સ ઇશ્યૂ મારફત મેળવેલાં ફંડમાંથી સુઝલોન ગ્રૂપની કંપનીઓના કુલ રૂ. 900 કરોડ દેવું ચૂકવવા દ્રારા વ્યાજ ખર્ચની રૂ. 90 કરોડની રકમ બચાવશે અને બાકીના ફંડ્સનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી પાછળ કરવાની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અંગે

છ ખંડોના 17 દેશોમાં કામગીરી સાથે સુઝલોન એનર્જી વિન્ડ એનર્જી ઓઇએમ તરીકે સૌથી મોટી વિન્ડ સ્થાપિત આધાર ધરાવે છે, જેની 30 જૂન, 2022 સુધી ભારતમાં સ્થાપિત ક્ષમતા અંદાજે 13.45 ગીગાવોટ છે. આ ભારતના વિન્ડ સ્થાપિત આધારમાં આશરે 33 ટકા હિસ્સાનું પ્રદાન કરે છે. કંપની ક્ષમતાની દ્રષ્ટિએ ભારતમાં સૌથી મોટી વિન્ડ ઓએન્ડએમ સર્વિસ પ્રોવાઇડર પણ છે. કંપની ભારતની બહાર અંદાજે 5.96 ગીગાવોટની સ્થાપિત ક્ષમતા પણ ધરાવે છે, જેના પગલે કુલ વૈશ્વિક સ્થાપિત ક્ષમતા અંદાજે 19.44 ગીગાવોટ થાય છે. કંપની સમગ્ર ભારતમાં 16 ઉત્પાદન સુવિધા ધરાવે છે.

ગુજરાત- કચ્છ પવન ઉર્જા માટે સૌથી શ્રેષ્ઠ

ગુજરાત જેવા ભારતના પવન ઊર્જાના મુખ્ય રાજ્યો સામેલ છે. આ ઉત્પાદન સુવિધાઓ ફોર્જિંગ અને ફાઉન્ડ્રી ઘટકોનું ઉત્પાદન કરે છે, જેની વિન્ડ ટર્બાઇન જનરેટર્સ અને તેના ઘટકોનું નિર્માણ કરવા જરૂર હોય છે. ક્રિસિલના સંશોધન મુજબ, ગુજરાત ભારતીય રાજ્યોમાં પવન ઊર્જાની સૌથી વધુ સંભવિતતા (84.4 ગીગાવોટ) ધરાવે છે, જેમાંથી અત્યારે ફક્ત 10.9 ટકા ઉત્પાદનક્ષમતા હાંસલ થઈ છે.

પ્રમોટર્સની રાઇટ્સ ઇશ્યૂમાં ભૂમિકા મહત્વની રહેશે

પ્રમોટર્સ અને પ્રમોટર ગ્રૂપે આગામી રાઇટ્સ ઇશ્યૂમાં તેમની ભાગદારીની પુષ્ટિ કરી છે તથા જાહેરાત પણ કરી હતી કે, તેઓ રાઇટ્સ એન્ટાઇટલમેન્ટની હદ સુધી સંપૂર્ણ સબસ્ક્રિપ્શન કરશે. રાઇટ્સ ઇશ્યૂમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ કંપનીના બાકી નીકળતા ઋણને ઘટાડવા માટે થશે, જેથી બેલેન્સ શીટ મજબૂત થશે, વ્યાજનો ખર્ચ ઘટશે અને નફાકારકતા વધશે.

સુઝલોન એનર્જીનો બજારમાં સૌથી વધુ હિસ્સો રહેશે

નાણાકીય વર્ષ 2022-23થી નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધુ 95થી 100 ગીગાવોટ વધવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં પવન ઊર્જાની ક્ષમતામાં 9થી 10 ટકાના સીએજીઆરના ટેકા સાથે કુલ સ્થાપિત ક્ષમતા 520થી 525 ગીગાવોટ થઈ જવાની અપેક્ષા છે. સુઝલોન એનર્જીનો બજારમાં સૌથી વધુ હિસ્સો એની સાખ અને હાલના ગ્રાહકો સાથે સંબંધોનો ઉપયોગ કરવાની સારી સ્થિતિમાં છે, જે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્તોત્રો માટે માગમાં ભવિષ્યમાં વૃદ્ધિની ધારણાનો લાભ લેશે.- તુલસી આર તંતી, સીએમડી, સુઝલોન એનર્જી

રાઇટ્સ ઇશ્યૂની વિગત

વિગતમૂલ્ય
ઇશ્યૂની સાઇઝ 1,200.00 કરોડ
ઇશ્યૂ થનાર શેરની સંખ્યા240 કરોડ
ઇશ્યૂની કિંમતઇક્વિટી શેરદીઠ 5.00
એન્ટાઇટલમેન્ટ રેશિયો 5 : 21
રેકોર્ડની તારીખ4 ઓક્ટોબર, 2022
વિગતશેરદીઠહાલના ઇશ્યૂ માટે
ઇશ્યૂ કિંમતનું બ્રેક-અપ
ફેસ વેલ્યુ 2.00 શેરદીઠ 480.00 કરોડ
સીક્યોરિટી પ્રીમિયમ 3.00 શેરદીઠ 720.00 કરોડ
ચુકવણીની સમયમર્યાદા
અરજી પર 2.50 શેરદીઠ 600.00 કરોડ
પછી કોલ(લ્સ) પર 2.50 શેરદીઠ 600.00 કરોડ

રાઇટ્સ ઇશ્યૂ માટે સમયમર્યાદા

વિગતમુખ્ય તારીખો
રેકોર્ડની તારીખTuesday – October 4, 2022
રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ જમા કરવા માટે છેલ્લી તારીખMonday – October 10, 2022
ઇશ્યૂ ખુલવાની તારીખTuesday – October 11, 2022
રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ્સ બજારમાં છોડવા માટેની છેલ્લી તારીખ Friday – October 14, 2022
ઇશ્યૂ બંધ થયાની તારીખ Thursday – October 20, 2022