મુંબઇ, 21 માર્ચ, 2023: ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સ (ટાટા એઆઇએ)એ ProtectYourFutureના નેજા હેઠળ એનએફઓ લોંચ કર્યાં છે. સસ્ટેનેબલ ઇક્વિટી ફંડ અને ડાયનામિક એડવાન્ટેજ ફંડ પ્રતિ યુનિટ રૂ.  10ની એનએવી ઉપર.

ટાટા એઆઇએનું સસ્ટેનેબિલિટી ઇક્વિટી ફંડ ટકાઉ અથવા પર્યાવરણ, સામાજિક અને સુશાસન (ઇએસજી)ને અનુકૂળ કાર્યપ્રણાલી અપનાવનારી કંપનીઓમાં રોકાણ દ્વારા લાંબાગાળે મૂડી સર્જન કરવા માગે છે. આ ફંડ ઇએસજી માપદંડોને અનુસરતાં 80-100 ટકા ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરશે તેમજ 20 ટકા સુધી બીજી ઇક્વિટીઝ અથવા ડેટ અથવા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકશે.

આ બંન્ને એનએફઓમાં ટાટા એઆઇએની યુલિપ ઓફરિંગ્સ જેમકે ફોર્ચ્યુન પ્રો, વેલ્થ પ્રો, ફોર્ચ્યુન મેક્સિમા અને વેલ્થ મેક્સિમા દ્વારા રોકાણ કરી શકાય છે. ગ્રાહકો ટાટા એઆઇએનું વિશિષ્ટ ઇન્વેસ્ટમેન્ટ લિંક્સ પ્રોટેક્શન સોલ્યુશન્સ પરમ રક્ષક અને સંપૂર્ણ રક્ષક સુપ્રીમની ખરીદીથી પણ આ તક મેળવી શકે છે. આમ ગ્રાહકો માર્કેટ લિંક્ડ રિટર્નની સાથે-સાથે જીવન વીમા કવચની સુરક્ષા સાથે તેમના પ્રિયજનને પણ સુરક્ષિત કરી શકે છે.

ટાટા એઆઇએ લાઇફ ઇન્સ્યોરન્સના સીઆઇઓ હર્ષદ પાટીલે કહ્યું હતું કે, આજે, ગ્રાહકો તેમની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાની સાથે-સાથે હરિયાળા વાતાવરણ માટે યોગદાન આપવા ઉત્સુક છે. આ ટ્રેન્ડને અનુસરતાં ભારતમાં ઇએસજી 100 ઇન્ડેક્સે 3થી5 વર્ષના સમયગાળામાં વ્યાપક નિફ્ટી 50 અથવા 100 ઇન્ડેક્સ કરતાં સારું વળતર આપ્યું છે.