મુંબઇ, 32 જાન્યુઆરી: ટાટા એસેટ મેનેજમેન્ટે ચાર નવી સ્કીમઃ બે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) અને બે ફંડ ઓફ ફંડ (FOF) લોંચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ્સ રોકાણકારોને ઓછા ટ્રાન્ઝેક્શન ખર્ચ, ઉચ્ચ તરલતા અને નીચા એક્સપેન્સ રેશિયો વગેરે સાથે એક એસેટ ક્લાસ તરીકે સોના અને ચાંદીનું એક્સપોઝર મેળવવાની તક આપશે.

સોનાની ઘરેલુ કિંમતોને અનુસરતું / ટ્રેક કરતું ઓપન-એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ટાટા ગોલ્ડ ઇટીએફ. એનએફઓ 2 જાન્યુઆરી, 2024થી 09 જાન્યુઆરી, 2024 સુધી ખુલ્લો છેટાટા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ. એનએફઓ 02 જાન્યુઆરી, 2024થી 16 જાન્યુઆરી, 2024 સુધી ખુલ્લો છે
ચાંદીની ઘરેલુ કિંમતોને અનુસરતું / ટ્રેક કરતું ઓપન-એન્ડેડ એક્ચેન્જ ટ્રેડેડ ફંડ ટાટા સિલ્વર ઇટીએફ. એનએફઓ 2 જાન્યુઆરી, 2024થી 09 જાન્યુઆરી, 2024 સુધી ખુલ્લો છેટાટા સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ફંડ ઓફ ફંડ સ્કીમ ટાટા સિલ્વર ઇટીએફ ફંડ ઓફ ફંડ. એનએફઓ 02 જાન્યુઆરી, 2024થી 16 જાન્યુઆરી, 2024 સુધી ખુલ્લો છે

સોના અને ચાંદીમાં રોકાણનો ઉદ્દેશ્ય તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણની રણનીતિ અને લાંબાગાળાની સ્થિરતા ઓફર કરવાનો છે. ચલણના અવમૂલ્યન, ફુગાવો અને માર્કેટની અનિશ્ચિતતાઓ સામે હેજ તરીકે સોનાની ભૂમિકા તથા તેની મર્યાદિત ઉપલબ્ધતા અને ઐતિહાસિક દ્રષ્ટિએ સુરક્ષિત રોકાણ જેવાં પરિબળો તમને કાર્યક્ષમ રીતે સંપત્તિને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. બીજી તરફ ઇવી ટેક્નોલોજી અને ગ્રીન એનર્જી જેવા ઉદ્યોગ તરફથી ચાંદીની માગમાં વધારા વચ્ચે સપ્લાયની અછત ભાવમાં સંભવિત વધારાનો સંકેત આપે છે. ચાંદી મુખ્યત્વે બાય-પ્રોડક્ટ હોવાથી તેની અછત અને સતત વધતો ઔદ્યોગિક વપરાશ તેને આકર્ષક રોકાણ બનાવે છે.

આ લોંચ વિશે પ્રતિક્રિયા આપતાં ટાટા એસેટ મેનેજમેન્ટ ખાતે ઇન્સ્ટિટ્યૂશનલ ક્લાયન્ટ્સ, બેંકિંગ, ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ પ્રોડક્ટ સ્ટ્રેટેજીના બિઝનેસ હેડ આનંદ વરદરાજને કહ્યું હતું કે, “જ્યારે તમને જોખમનો ખ્યાલ ન હોય ત્યારે વૈવિધ્યીકરણ કરો. જ્યારે તમને જોખમની ખબર હોય ત્યારે તેને હેજ કરો. સોના અને ચાંદી જેવી કિમતી ધાતુઓ રોકાણકારોને તેમના જોખમને હેજિંગ કરવામાં તથા તેમના પોર્ટફોલિયોને વૈવિધ્યસભર બનાવવામાં મદદ કરે છે. તે ફુગાવા અને ચલણની વધઘટ સામે હેજિંગ કરવાની ક્ષમતા પ્રદાન કરે છે તેમજ અલગ-અલગ સહ-સંબંધ હોવાને કારણે જ્યારે ઇક્વિટી અને ડેટ માર્કેટ વોલેટાઇલ હોય ત્યારે સુરક્ષા પ્રદાન કરે છે. જો મોટા ભાગનું સોનું જમીનની ઉપર હોય અને માત્ર થોડું જ શોધી કાઢવાનું હોય ત્યારે તે માલિકી માટે એક ઉત્તમ એસેટ ક્લાસ બની જાય છે. સોનાની વધતી માગ સાથે મર્યાદિત પુરવઠો તેને કોઈના પોર્ટફોલિયોમાં રાખવા માટે એક આદર્શ કેસ બનાવે છે.”

ચાંદીનો ઉપયોગ સુશોભન, સજાવટ અને ઔદ્યોગિક વપરાશ માટે વધુ છે. ઘણા ઉભરતા ઉદ્યોગોમાં ચાંદીનો વપરાશ વધી રહ્યો છે ત્યારે તેના મૂલ્ય અને વપરાશમાં વધારો આશ્ચર્ય નથી. સોનું અને ચાંદી બંન્ને રોકાણકારોના પોર્ટફોલિયોમાં સંતુલિત વૈવિધ્યકરણ અને થોડું હેજ પ્રદાન કરીને ઉત્તમ ફાળવણી બની શકે છે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)