કંપનીએ કર્મચારીઓને સંદેશ પાઠવ્યો છે કે, ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ ટાટા ગ્રુપનો ભાગ બનવા બદલ ફરી એકવાર અભિનંદન!

અમદાવાદઃ ટાટા જૂથની ટાટા મોટર્સની પેટા કંપની ટાટાટ પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટી લિ. (“TPEML”)એ મંગળવારે સત્તાવાર રીતે ફોર્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિ. (“FIPL”)નો સાણંદ ખાતે આવેલો વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ (“VA plant”) હસ્તગત કરી લીધો છે. તા.10 જાન્યુઆરીથી અમલમાં આવે તે રીતે આ પ્લાન્ટ હવેથી ટાટા જૂથ સંચાલન કરશે. જ્યાં કંપની ન્યૂ ફોરએવર રેન્જની કાર્સ અને એસયુવી તેમજ ઇલેક્ટ્રીક વ્હીકલ્સની વિસ્તૃત રેન્જનું ઉત્પાદન શરૂ કરી રહી છે.
ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (“TPEML”), ટાટા મોટર્સની પેટા કંપની, ઔપચારિક રીતે સાણંદ ખાતે ફોર્ડ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (“FIPL”)ના વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ (“VA પ્લાન્ટ”)નો કબજો લઈ રહી છે, જે મંગળવાર, 10મી જાન્યુઆરી 2023થી લાગુ થશે. ટાટા મોટર્સની “નવી ફોરએવર” કાર અને એસયુવીની શ્રેણી અને ઈલેક્ટ્રિક વાહનોની વિસ્તરી રહેલી શ્રેણીના વિકાસને વેગ આપવા માટે કામગીરીમાં આ ઉત્પાદન ક્ષમતા ઉમેરવામાં આવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, FIPL VA પ્લાન્ટના 100% કર્મચારીઓને સમાન વેતન, સેવાની સાતત્ય અને અન્ય નિયમો અને શરતોના લાભો સાથે રોજગાર ઓફર કરવા કરવામાં આવશે. જે હાલમાં તેઓ દ્વારા લેવામાં આવે છે. જે કર્મચારીઓએ ટાટા મોટર્સ પરિવારમાં જોડાવાનું પસંદ કર્યું છે અને તેઓને ભવિષ્યમાં તૈયાર ટેક્નોલોજીઓ પર ઓન-બોર્ડિંગ, આત્મસાત કરવા અને તાલીમ પણ આપવાની કંપનીએ ખાતરી આપી છે.

ટાટા પેસેન્જર ઇલેક્ટ્રીક મોબિલિટીમાં કર્મચારીઓ માટેની સુવિધા એક નજરે

ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (“TPEML”)ના સાણંદ પ્લાન્ટમાં ભાવિ પ્લાન્ટની જરૂરિયાત અનુરૂપ કર્મચારીઓના ઑન-બોર્ડિંગ, આત્મસાત, નવી ટેક્નોલોજી ટ્રેનિંગ અને અપસ્કિલિંગ માટે વિસ્તૃત યોજનાઓ મૂકવામાં આવી રહી છે. કર્મચારીઓની પ્રથમ પેરોલ (પગાર) રન માટે નોંધણી કરવામાં આવી છે અને તેમની હાજરી પણ 10મી જાન્યુઆરી 2023થી જ ચિહ્નિત કરવામાં આવશે. કંપનીએ કર્મચારીઓને સંદેશ પાઠવ્યો છે કે, ભારતની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ ટાટા ગ્રુપનો ભાગ બનવા બદલ ફરી એકવાર અભિનંદન!

1945માં સ્થપાયેલી ટાટા મોટર્સ 7 દાયકાથી માર્કેટ લીડર

ટાટા મોટર્સ, એ $128 બિલિયન ટાટા ગ્રૂપનો ભાગ છે જેની સ્થાપના 1945માં કરવામાં આવી હતી અને તે ઓટોમોબાઈલના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાં સામેલ છે. કંપની છેલ્લા સાત દાયકાથી ભારતીય ઓટોમોબાઈલ માર્કેટના લીડર છે. ટાટા મોટર્સ ઓટોમોબાઈલ કેટેગરીમાં ‘બેસ્ટ પ્લેસ ટુ વર્ક (કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ)’ તરીકે પસંદ કરવામાં આવેલ છે. ટાટા મોટર્સની કામગીરી ભારત, યુરોપ, ચીન, યુકે અને ઉત્તર અમેરિકામાં 25 સાઇટ્સમાં ફેલાયેલી છે, જેમાં 52,000 થી વધુ કર્મચારીઓ અમારી ઉત્પાદન, R&D અને ડિઝાઇન ફેસિલિટી ઉત્સાહપૂર્વક ચલાવે છે.