Tata Technologies IPO Subscription At A Glance

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
ક્યુઆઈબી203.41
એનઆઈઆઈ62.11
રિટેલ16.50
એમ્પ્લોયી3.70
અન્ય29.20
કુલ69.43

અમદાવાદ, 24 નવેમ્બરઃ ટાટા ટેક્નોલોજીસના 3042.51 કરોડના આઈપીઓ માટે 1.56 લાખ કરોડના બિડ પ્રાપ્ત કર્યા છે. ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ આજે 69.43 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. જેમાં ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 203.41 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારોએ પણ 16.50 ગણી અરજી કરી છે. એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી કંપનીએ 791.05 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.

ગ્રે પ્રીમિયમ વધ્યાઃ ટાટા ટેક્નોલોજીસ સર્વિસિઝના આઈપીઓના અનેકગણા સબ્સ્ક્રિપ્શન સાથે ગ્રે માર્કેટમાં બોલબાલા વધી હતી. ગ્રે માર્કેટમાં આજે રૂ. 500ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 390 ગ્રે પ્રીમિયમ ચાલી રહ્યા હતા. જે 78 ટકા ઉછાળો દર્શાવે છે.

11 રિટેલ રોકાણકારોમાંથી 1ને શેર એલોટમેન્ટ થશે

આઈપીઓના શેર એલોટમેન્ટ 30 નવેમ્બરે અને લિસ્ટિંગ 5 ડિસેમ્બરે થશે. અનેકગણા સબ્સ્ક્રિપ્શન સાથે હવે રોકાણકારો અસમંજસમાં છે કે, એલોટમેન્ટ થશે કે નહિં. સબ્સ્ક્રિપ્શનના આધારે નીચે મુજબ શેર એલોટ થઈ શકે છે.

SHNI કેટેગરી (2 લાખ – 10 લાખ) – 44 અરજદારોમાંથી ઓછામાં ઓછા 1ને ફાળવણી થશે. (1:44)

BHNI કેટેગરી (10 લાખથી વધુ) – 14 અરજદારોમાંથી, ઓછામાં ઓછા 1ને ફાળવણી મળશે. (1:14)

રિટેલ કેટેગરી (રૂ. 15000) – 11 અરજદારોમાંથી 1ને ફાળવણી મળશે (1:11)

શેરહોલ્ડર્સ ક્વોટા (રૂ. 15000) – 29 અરજદારોમાંથી ઓછામાં ઓછા 1ને ફાળવણી મળશે (1:29)

રિટેલ અને શેરહોલ્ડર્સ ક્વોટા (રૂ. 195000) – 100 અરજદારોમાંથી 42ને 30 શેર એલોટમેન્ટ થશે. (42:100)