ફાઇનાન્સિયલ એજ્યુકેશન

ટેકનોલોજી, ટ્રેડિંગ અને રોકાણ કામગીરીમાં અભૂતપૂર્વ પ્રગતિ વધુ કાર્યક્ષમ અને અત્યાધુનિક બની છે. ડિજિટલાઈઝેશને રોકાણની તકોને વ્યાપક રીતે વિસ્તારી છે, કારણ કે તેને લીધે ટ્રેડિંગ એપમાં અને રોકાણની પ્રક્રિયામાં જોડાવાનું અગાઉ ક્યારેય નહીં તેટલું આસાન બની ગયું છે. જોકે ઠગો માટે પણ સંભવિત તકો ખૂલી ગઈ છે. વૈશ્વિક સ્તરે અને ભારતમાં પણ નાણાકીય સેવાઓમાં છેતરપિંડીઓ અને કૌભાંડોની સંખ્યામાં વધારો થયો છે. અમુક સામાન્ય દાખલામાં નકલી રોકાણ તકો, લોભામણી રોકાણ યોજનાઓ અને ફિશિંગ કૌભાંડ વગેરેનો સમાવેશ થાય છે. દાખલા તરીકે કર્ણાટકના વેપારીને સંડોવતા તાજેતરના એક કિસ્સામાં લોકોએ આ નકલી યોજનાઓમાં લાખ્ખો રૂપિયા ગુમાવ્યા હતા. આવી છેતરપિંડીઓનું પ્રમાણ વ્યાપક હોઈ શકે છે, જે ઘણા બધા રોકાણકારોને અસર કરે છે અને નોંધપાત્ર પ્રમાણમાં નાણાં ગુમાવવામાં આવ્યાં છે. ઠગાઈ સામે લડવાની સૌથી સારી રીત આ પ્રકારના ખતરાને સમજવા સાથે રોકાણકારોને સશક્ત બનાવવાની છે અને ટેકનોલોજી રોકાણકારોમાં જાગૃતિ લાવવા, છેતરપિંડીની જાણકારી આપવા અને અંતે કૌભાંડો નિવારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બ્રોકરેજ અવકાશમાં ફિનટેક કંપનીઓ રોકાણ પ્રક્રિયા વધુ સુરક્ષિત બને અને સલામતીના પગલાં યથાસ્થાને હોય તેની ખાતરી કરવા માટે નવીનતમ ડિજિટલ ટેકનોલોજી અપનાવવામાં મહત્ત્વપૂર્ણ રહી છે. ફિનટેક કંપનીઓ કૌભાંડીઓની આગળ રહેવા અને રોકાણકારોને સશક્ત બનાવવા માટે નિમ્નલિખિત પગલાં લઈ રહી છે.

રોકાણકારોને કૌભાંડીઓ સામે લડવા માટે પ્રેરિત કરે છે

ફિનટેક કંપનીઓ સામાન્ય છેતરપિંડીઓ અને કોઈ પણ ગડબડ જેને આધારે ઓળખી શકાય તે નિયામકો (જેમ કે, સેબી, આઈઆરડીએઆઈ વગેરે જેવી)ની ભૂમિકાનું મૂળભૂત જ્ઞાન આપતા વ્યાપક કાર્યક્રમ ઓફર કરે છે. નવાં ટૂલ્સ, જેમ કે, શોર્ટ વિડિયો, ઈમેઈલર્સ, વેબિનાર્સ અને સોશિયલ મિડિયા પોસ્ટ્સ થકી પણ રોકાણકારોને બજારમાં પ્રવર્તાન કૌભાંડો અને વ્યવહારો વિશે જાગૃત કરવામાં આવે છે. એઆઈ આધારિત ચેટબોટ્સે યુઝર ઈન્ટરએકશનમાં વધુ સુધારણા લાવી દીધી છે, જેને લઈ રોકાણકારો અમુક અણધાર્યા મેસેજીસ અથવા ઈમેઈલ્સને લીધે શંકા જાય ત્યારે વ્હોટ્સએપ અથવા કોઈ અન્ય અભિમુખ મેસેજિંગ એપ્લિકેશન થકી પ્રતિનિધિ સાથે આસાનીથી સંદેશવ્યવહાર કરી શકે. અમુક કંપનીઓએ તેમના રોકાણકાર શૈક્ષણિક કાર્યક્રમના ભાગરૂપે ફિનફ્લુએન્સરો પાસેથી પણ મદદ લીધી છે, જેને લીધે ઠગાઈના વ્યવહારો અને સામાન્ય કૌભાંડો વિશે જ્ઞાનમાં વધારો થયો છે.

ઠગાઈને રોકવા માટે ટેક- એનેબલ્ડ ટૂલ્સ

ટેકનોલોજીઓમાં આધુનિકતા, જેમ કે, બ્લોકચેઈન સાથે એઆઈ અને એમએલને કારણે અમુક કંપનીઓને સિમ્યુલેશન્સ, ક્વિઝીસ અને અપડેટ્સ જેવાં અલગ અલગ ટૂલ્સ વિકસાવવાનો લભ થયો છે. લર્નિંગનું ગેમિફિકેશન (સંભવિત ઠગાઈ અને ખતરા) શક્તિશાળી ટૂલ છે. સિમ્યુલેશનથી રોકાણકારો ઠગો કઈ રીતે કામ કરે છે અને ઠગાઈની પ્રવૃત્તિઓ અને વ્યવહારો કઈ રીતે શોધી કાઢે છે તે સમજવામાં મદદ થાય છે. ક્વિઝીસ શીખવાના મુદ્દાની તેમની સમજનું મૂલ્યાંકન કરવા અને તેની પર ભાર આપવા માટે કામે લગાવી શકાય છે.

ઠગોને દૂર રાકવા માટે મજબૂત રિપોર્ટિંગ

ફિનટેક કંપનીઓએ નોંધપાત્ર સ્તરે છેતરપિંડીના રિપોર્ટિંગની પ્રક્રિયા આસાન બનાવી છે. ટ્રેડિંગ એપ ઉપયોગ કરવા સિવાય સોશિયલ મિડિયા, વ્હોટ્સએપ અને એઆઈ- એનેબલ્ડ સીઆરએમ થકી આવી કોઈ પણ પ્રવૃત્તિઓની જાણ કરવાનું શક્ય છે. કોઈ પણ અનિયમિત અથવા શંકાસ્પદ પ્રવૃત્તિની શોધ અને ઉપભોક્તાઓને ચેતવણી આપતાં અત્યાધુનિક ટૂલ્સ (એમએલ જેવા)નો અમલ કરવા ઉપરાંત ડેટા શેરિંગ અને જોડાણની પ્રક્રિયા સુધરી છે અને અમુક કિસ્સામાં તો તે ઓટોમેટેડ પણ થઈ છે.

કંપનીઓ આજે એલર્ટસની દેખરેખ રાખવા અને ઉપભોક્તાઓ કોઈ પણ ઠગાઈના પ્રયાસોનો ભોગ બને તે પૂર્વે તેમને જાણકારી આપવા માટે અસલ સમયની માહિતીનો ઉપયોગ કરવા માટે વધુ ને વધુ પ્રયાસ કરી રહી છે. અમુક બ્રોકરેજ કંપનીઓ લેણદેણમાં પારદર્શકતા અને પગેરું રાખવાની ક્ષમતા સુધારવા માટે બ્લોકચેઈન ટેકનોલોજીનો ઉપયોગ કરવા પણ વિચારી રહી છે.

રોકાણકાર અનુકૂળ બ્રોકિંગ અવકાશ નિર્માણ કરવો

નાગરીકોને જરૂરી ટૂલ્સ, જ્ઞાન અને સપોર્ટ સાથે સુસજ્જ કરીને આપણે સતર્કતા અને ઉત્તરદાયિત્વની સંસ્કૃતિને પોષી શકીએ છીએ. નિયામકો, બ્રોકિંગ કંપનીઓ અને અન્ય હિસ્સાધારકોએ છેતરપિંડીની જાણકારી આપવા માટે પહોંચક્ષમ ચેનલો નાગરિકોને પૂરી પાડવા માટે જોડાણ કરવાનું આવશ્યક છે. ઉપરાંત આધુનિક ટેકનોલોજિકલ સમાધાન, જેમ કે, એઆઈ- આધારિત છેતરપિંડી શોધ પ્રણાલીઓનો અમલ કરવાથી છેતરપિંડીની પ્રવૃત્તિઓની ઓળખ અને પ્રતિબંધમાં સહાય થઈ શકે છે.

(લેખકઃ પ્રભાકર તિવારી, ચીફ ગ્રોથ ઓફિસર, એન્જલ વન લિમિટેડ છે)