જી પી હિન્દુજા વતી શાલિની હિન્દુજાએ એવોર્ડ સ્વીકાર્યો

મુંબઇ, 24 જાન્યુઆરી: 110 વર્ષ જૂના મલ્ટીનેશનલ હિન્દુજા જૂથના ચેરમેન ગોપીચંદ હિન્દુજા અને હિન્દુજા પરિવારને સ્પિયર્સ એવોર્ડ્સ 2023 ખાતે આંત્રપ્રિન્યોર ઓફ ધ યર એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. લેન્ડમાર્ક લંડનનાં વૈભવી બોલરુમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હિન્દુજા પરિવારને મળલો આ એવોર્ડ તેમની ઉદ્યોગ સાહસિકતા, ઉત્કૃષ્ટતા પ્રત્યેની પ્રતિબધ્ધતા અને OWO (ઓલ્ડ વોર ઓફિસ) રેસિડન્સિસમાં ઇતિહાસ અને લક્ઝરીનાં સફળ સંયોજનનું મહત્વ દર્શાવે છે. જી પી હિન્દુજાના દૂરંદેશીભર્યા વડપણ હેઠળ હિન્દુજા પરિવારે હોસ્પિટાલિટી, ઓટોમોટિવ, ફાઇનાન્સ, એનર્જી  અને હેલ્થકેરમાં સાહસ શરૂ કરીને વૈશ્વિક ઉદ્યોગને નવો આકાર આપ્યો એટલું જ નહીં પણ અભૂતપુર્વ સફળતા હાંસલ કરી.

આ સિધ્ધિ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા હિન્દુજા ગ્રૂપના ચેરમેન ગોપીચંદ હિન્દુજાનાં પુત્રવધુ શાલિની હિન્દુજાએ જણાવ્યું હતું કે, અમારા માટે ઉદ્યોગસાહસિક એ વ્યક્તિ છે જે બિઝનેસમાં જોખમ ઉઠાવે છે અને મુશ્કેલી સામે લડવા તૈયાર છે. શાલિની હિન્દુજાએ આ મહત્વાકાંક્ષી સાહસ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પરિવારનો પ્રવેશ કરાવ્યો છે. છ વર્ષનાં રિનોવેશન પ્રોજેક્ટ બાદ OWO હવે યુકેની પ્રથમ રેફલ્સ હોટલમાં પરિવર્તિત થઈ છે. આ પ્રોપર્ટીમાં 85 અનોખી ડિઝાઇનનાં નિવાસસ્થાન અને નવ રેસ્ટોરાં છે, જેણે લંડનનાં હૃદયસમા વિસ્તારમાં ઐશ્વર્યનો નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે.

ધ સ્પિયર્સ એવોર્ડ્સ 2023એ સ્કુલ ઓફ ધ યર અને HNW વેલ્થ મેનેજર ઓફ ધ યર જેવી 18 વિવિધ કેટેગરીમાં 18 પ્રતિષ્ઠિત વિજેતાઓનું સન્માન કર્યું હતું. વિજેતાઓમાં જેપી મોર્ગન પ્રાઇવેટ બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચાર્લોટ બોબરોફનો સમાવેશ થાય છે, જેમને UHNW વેલ્થ મેનેજર ઓફ ધ યરનો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. જેપી મોર્ગન પ્રાઇવેટ બેન્કને ‘પ્રાઇવેટ બેન્ક ઓફ ધ યર-ઇન્ટરનેશનલ એન્ડ ગ્રાન્ડ પ્રિક્સ વિનર ફોર પ્રાઇવેટ ક્લાયન્ટ ફર્મ ઓફ ધ યર‘ તરીકેનું સર્વોચ્ચ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું.

Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)