અમદાવાદ, 24 જાન્યુઆરીઃ ભારતમાં રાજસ્થાન તથા અરૂણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા સહિત ઉત્તર પૂર્વના ટેલિકોમ સર્કલમાં ગ્રાહકોને કન્ઝ્યુમર મોબાઇલ સર્વિસિસ તેમજ ફિક્સ્ડ-લાઇન ટેલીફોન અને બ્રોડબેન્ડ સેવાઓ ઓફર કરતી કમ્યુનિકેશન સોલ્યુશન્સ પ્રોવાઇડર ભારતી હેક્સાકોમ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“SEBI”) સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. આ જાહેર ઓફરમાં “ટેલીકમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા” દ્વારા પ્રતિ શેર રૂ. 5ની મૂળ કિંમત ધરાવતા 100,000,000 સુધીના ઇક્વિટી શેર્સનો “ઓફર ફોર સેલ” સામેલ છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

ભારતી હેક્સાકોમ ‘એરટેલ’ બ્રાન્ડ હેઠળ તેની સેવાઓ ઓફર કરે છે. તે ગુણવત્તાયુક્ત ગ્રાહકોને પ્રાપ્ત કરીને તેમને જાળવી રાખીને પોતાના પોર્ટફોલિયોને વિસ્તારવાની તથા ઓમ્ની ચેનલ અભિગમ અને ડેટા સાયન્સનો ઉપયોગ કરીને તેમને અનુભવ ડિલિવર કરવાની વિશિષ્ટ વ્યૂહરચના ધરાવે છે. એરટેલ બ્લેક પ્રપોઝિશન હેઠળ પારિવારિક અને કન્વર્જ્ડ પ્લાન્સ દ્વારા ગ્રાહક જોડાણને વધારવા અને વૈવિધ્યપૂર્ણ કસ્ટમાઇઝ્ડ ઓફરિંગ્સને વધારવા માટે કંપની પાસે ડિજિટલ ઓફરિંગ્સ છે, જેના પરિણામે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષ દરમિયાન તેના રેવન્યુ માર્કેટ શેરમાં સતત સુધારો થયો છે. ભારતી હેક્સાકોમે તેની નફાકારકતમાં સુધારો કરવા તથા અનુકૂળ લિવરેજ પોઝિશન સાથે કાર્યક્ષમ મૂડી માળખું જાળવી રાખવા માટે સમજદારીપૂર્વક ખર્ચ ઓપ્ટિમાઇઝેશન પગલાં ભર્યાં છે. તે નેટવર્ક વિસ્તરણ, અદ્યતન ટેક્નોલોજી અને ન્યાયપૂર્વક સ્પેક્ટ્રમાં સતત રોકાણ કરે છે.

ફ્યુચર રેડી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી ખર્ચ માટે રૂ. 203 બિલિયનનું રોકાણ કર્યું

30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં ભારતી હેક્સાકોમે તેના ફ્યુચર રેડી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મૂડી ખર્ચ માટે રૂ. 203 બિલિયનનું રોકાણ કર્યું હતું. આ ઉપરાંત કંપની તેના પ્રમોટર એરટેલ સાથે તેના સંબંધોથી વ્યાપક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ એક્સપિરિયન્સ અને તેના ગ્રાહકોને પ્રદાન કરતી ડિજિટલ સેવાઓ દ્વારા નોંધપાત્ર સિનર્જી પણ મેળવે છે.

લીડ મેનેજર્સઃ એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ, એક્સિસ કેપિટલ, બીઓબી કેપિટલ માર્કેટ્સ, આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝ અને આઇઆઇએફએલ સિક્યુરિટિઝ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)