અમદાવાદ: માર્કેટ ઈન્ટેલિજન્સ ડેટા પ્રોવાઈડર ટેક્સન ટેક્નોલોજીસ (Tracxn Technologies)ના આઈપીઓને પ્રથમ દિવસે કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. જો કે, રિટેલ રોકાણકારોએ આવકારતાં રિટેલ પોર્શન 1.23 ગણા સાથે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. બીજી બાજુ ક્યુઆઈબી અને એનઆઈઆઈમાં ખાતુ ખોલ્યુ ન હતું. એનઆઈઆઈ પોર્શન 0.04 ગણા સાથે કુલ 0.23 ગણો ભરાયો હતો.

આઈપીઓ સબ્સ્ક્રિપ્શન 1st Day

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (x)
QIB0.00
NII0.04
Retail1.23
Total0.23

ગ્રે પ્રિમિયમ રૂ.6

Tracxn Technologies આઈપીઓ હેઠળ રૂ. 309.38 કરોડ એકત્ર કરવા માગે છે. જેની પ્રાઈસ બેન્ડ 75-80 છે. માર્કેટ લોટ 185 શેર્સ છે. આઈપીઓનું એલોટમેન્ટ 17 ઓક્ટોબરે અને લિસ્ટિંગ 20 ઓક્ટોબરે થશે. ગ્રે પ્રિમિયમ રૂ. 6 બોલાઈ રહ્યું છે. માર્કેટના અમુક નિષ્ણાતો તાતા ગ્રૂપ સહિત મોટા-મોટા દિગ્ગજોનું રોકાણ કંપનીમાં છે. ઉભરતું પ્લેટફોર્મ હોવાથી લોંગ ટર્મ વ્યૂહ સાથે રોકાણ કરવા સલાહ આપી રહ્યા છે.

IPO રિવ્યૂ વિવિધ બ્રોકરેજ હાઉસની નજરેઃ નેગેટીવ પરિણામોના પગલે મોટાભાગના બ્રોકરેજ હાઉસે આઈપીઓથી દૂર રહેવા સલાહ આપી છે.

બ્રોકરેજ હાઉસભલામણ
Arihant Capital MarketsMay Apply
Axis CapitalNot Rated
Capital MarketNeutral
Dilip DavdaAvoid
Hem SecuritiesApply
ICICI DirectNot Rated
Religare BrokingNeutral
TopShareBrokers.comAvoid

IPOની નાણાકીય સ્થિતિ એક નજરે (આંકડા કરોડ રૂ.માં)

વિગતજૂન-22જૂન-21માર્ચ-22માર્ચ-21માર્ચ-20
કુલ આવકો19.0815.4465.1655.746.31
ચોખ્ખો નફો0.923-0.837775-4.852-4.152-54.826