‘MSME કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર ડેવલપિંગ ભારત’ નું આયોજન
અમદાવાદ, 18મી સપ્ટેમ્બર 2024: જેમ-જેમ ભારત તેના કુલ સ્થાનિક ઉત્પાદનને 2030 સુધીમાં USD 7 ટ્રિલિયન સુધી પહોંચાડવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) ક્ષેત્રમાં ધિરાણનો અવરોધ વિનાના પ્રવાહની ખાતરી કરવી જરૂરી છે. આ ધિરાણનું ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે, ટ્રાન્સયુનિયન સિબિલએ આજે અમદાવાદમાં તેના મલ્ટી-સીટી ‘એમએસએમઈ કોન્ક્લેવઃ એનેબલિંગ ક્રેડિટ ફોર ડેવલપિંગ ભારત‘ નું આયોજન કર્યું હતું.
ગુજરાતમાં એમએસએમઈને સૌથી વધારે ધિરાણ ખાનગી ક્ષેત્રની બેંકો પૂરું પાડે છે, જેણે જૂન 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસમાં કુલ ધિરાણમાં 36% યોગદાન આપ્યું હતું. વિતરિત કરવામાં આવેલી મોટાભાગની લોન ઉત્પાદન ક્ષેત્રને આપવામાં આવેલી હતી, જે 24% હતી, જેમાં અનસિક્યોર્ડ લોન, રાજ્યમાં વિતરિત કરાયેલ કુલ એમએસએમઈ લોનની 26% જેટલી હતી. લોન પાછી ન ચૂકવવાના ઓછા જોખમ સાથે, ઓછા જોખમવાળા ક્ષેત્રમાં લોનનો હિસ્સો, એટલે કે, સિબિલ એમએસએમઈ રેન્ક (CMR)1-3 સૌથી વધુ 53% જેટલો હતો.
ગુજરાતમાં એમએસએમઈ ક્ષેત્રને લોન, સૌથી વધુ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં આપવામાં આવી છે. એમએસએમઈને ધિરાણ આપવામાં સૌથી વધુ યોગદાન આપનાર ખાનગી ક્ષેત્રની બેંકોએ આમાંથી ત્રણ શહેરોમાં સૌથી વધુ લોન આપી હતી: અમદાવાદ 40%, સુરત 45% અને ભાવનગર 49%. જો કે, વડોદરામાં 33% અને રાજકોટમાં 34% સાથે એમએસએમઈ ક્ષેત્રને લોન આપવામાં જાહેર ક્ષેત્રની બેંકોનું વધુ યોગદાન હતું.
સિબિલ એમએસએમઈ રેન્ક 10 થી 1 સુધી હોય છે, જેમાં 1 શ્રેષ્ઠ રેન્ક હોય છે. તે એમએસએમઈના ક્રેડિટ ઇન્ફોર્મેશન રિપોર્ટ સહીત ક્રેડિટ ઇતિહાસ અને વ્યવસાયની લોનની ચુકવણીની વર્તણૂક જેવી માહિતી, માત્ર એક આંકડા વડે પુરી પાડે છે. આ રેન્ક વર્તમાનમાં માત્ર 50 કરોડ સુધીનું નાણાંકીય જોખમ ધરાવતી કંપનીઓ માટે જ ઉપલબ્ધ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)