ટીવીએસએ સ્માર્ટએક્સઓકનેક્ટTM જ્યુપિટર ZX પ્રસ્તુત કર્યું
ટીવીએસ મોટર કંપનીએ ટીવીએસ જ્યુપિટર ZX પ્રસ્તુત કર્યું છે. જે સ્માર્ટએક્સઓનેક્ટTM સાથે સજ્જ છે. ટીવીએસ જ્યુપિટર ગ્રેડ એડિશન સાથે 110સીસી સ્કૂટર સેગમેન્ટમાં પહેલીવાર બ્લુટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી હતી. હવે સ્માર્ટએક્સઓનેક્ટTM ખાસિયત ટેક-સેવ્વી ગ્રાહકોને વોઇસ આસિસ્ટ, નેવિગેશન આસિસ્ટ અને એસએમએસ/કોલ એલર્ટ્સ જેવી વધારાની શ્રેષ્ઠ ટેકનોલોજી ખાસિયતો સાથે નવા શ્રેષ્ઠ વેરિઅન્ટમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ જ્યાદા સુવિધા ઓફર કરવા વોઇસ આસિસ્ટ ખાસિયત પૂરી પાડવા 110સીસી સેગમેન્ટમાં પ્રથમ સ્કૂટર બનશે. ટીવીએસ સ્માર્ટએક્સઓનેક્ટTM પ્લેટફોર્મ ઇનોવેટિવ બ્લુટૂથ-સક્ષમ ટેકનોલોજી છે, જે એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ એમ બંને પર ઉપલબ્ધ એક્સક્લૂઝિવ ટીવીએસ કનેક્ટ મોબાઇલ એપ સાથે પેર કરે છે.
ઇન્ટરેક્ટિવ વોઇસ આસિસ્ટ ખાસિયત ઉપભોક્તાઓને બ્લુટૂથ હેડફોન્સ, વાયર્ડ હેડફોન્સ કે કનેક્ટેડ અને બ્લુટૂથ સજ્જ હેલ્મેટ જેવી કનેક્ટેડ ઉપકરણ મારફતે ટીવીએસ સ્માર્ટએક્સઓનેક્ટTM એપ્લિકેશનને વોઇસ કમાન્ડ આપીને સ્કૂટર સાથે ઇન્ટરેક્ટ કરવાની સુવિધા આપશે. ઉપભોક્તાને સ્કૂટરનો પ્રતિભાવ સ્પીડોમીટર પર જોવા મળે છે અને હેડફોન મારફતે ઓડિયો ફીડબેક મળશે.
હવે સ્કૂટર સિલ્વર ઓક કલર ઇન્નર પેનલ્સ સાથે આવશે, જે ઇચ્છિત ક્વોશન્ટ મેટ બાકીના ટ્રિમાંથી આ ફ્લેગશિપ વેરિઅન્ટને અલગ બનાવે છે. આ અદ્યતન ખાસિયતો ઉપરાંત ટીવીએસ જ્યુપિટર ZXનું વેરિઅન્ટ જ્યાદા સ્ટાઇલ માટે નવી ડિઝાઇનની પેટર્ન સાથે નવી ડ્યુઅલ ટોન સીટ ધરાવે છે. ઉપરાંત ટીવીએસ જ્યુપિટર સીરિઝમાં આ વેરિઅન્ટને રિઅર બેકરેસ્ટ પણ મળશે, જે પિલિયનની સુવિધામાં વધારો કરશે. ટીવીએસ જ્યુપિટર ZX સ્માર્ટએક્સઓનેક્ટTM ઇન્ટેલિગોટેકનોલોજી અને આઇ-ટચ સ્ટાર્ટ સાથે સજ્જ છે, જે સંકલિત સ્ટાર્ટર જનરેટર સિસ્ટમ તથા એલઇડી હેડલેમ્પ, 2-લિટર ગ્લોવબોક્ષ મોબાઇલ ચાર્જર, 21-લિટર સ્ટોરેજ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેક જેવી આકર્ષક ખાસિયતો પણ ધરાવે છે. ટીવીએસ જ્યુપિટરનું 110સીસીનું એન્જિન 7,500 rpm પર 5.8 kWનો મહત્તમ પાવર આપે છે, તો 5,500 rpm પર 8.8 Nm પીક ટોર્ક આપે છે. ટીવીએસ જ્યુપિટર ZX સ્માર્ટએક્સઓનેક્ટTMની કિંમત રૂ. 80,973 (એક્સ-શોરૂમ, દિલ્હી) છે, જે મેટ્ટ બ્લેક અને કોપર બ્રાઉનના બે નવા કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે.