મુંબઇ, 1 ડિસેમ્બર: સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડનો તાજેતરનો સસ્ટેનેબલ બેંકિંગ રિપોર્ટ 2023 જણાવે છે કે 2030 સુધીમાં રિટેલ રોકાણકારોની 543 અબજ યુએસ ડોલરની મૂડી ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટ તરફ એકત્ર કરી શકાય છે. ભારતમાં ક્લાઇમેટ ઇન્વેસ્ટિંગમાં 324 બિલિયન યુએસ ડોલર મિટિગેશન થીમ્સમાં આવી  શકે છે અને ઊર્જા કાર્યક્ષમતા, રિન્યુએબલ્સ અને એનર્જી સ્ટોરેજ સૌથી વધુ મૂડી આકર્ષવા માટે તૈયાર છે. 219 બિલિયન યુએસ ડોલરને સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોડાયવર્સિટી અને ફૂડ સિસ્ટમ્સ સહિત અનુકૂલન તરફ એકત્ર કરી શકાય છે.

સર્વેક્ષણ દર્શાવે છે કે ભારતમાં 96% રોકાણકારો ક્લાઈમેટ ઇન્વેસ્ટિંગમાં રસ ધરાવે છે, જે સર્વે કરાયેલા તમામ બજારોમાં સૌથી વધુ છે અને તેમાંથી 84% ક્લાઇમેટ તરફ મૂડી પ્રવાહ વધારવા માંગે છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના વેલ્થ મેનેજમેન્ટ, ડિપોઝિટ અને મોર્ગેજના ગ્લોબલ હેડ માર્ક વેન ડી વાલેએ જણાવ્યું હતું ક આબોહવા પરિવર્તન માટેના અમારા સામૂહિક પ્રતિભાવને ધિરાણ આપવું એ એક જટિલ પડકાર છે. એકંદરે આબોહવા શમન અને અનુકૂલન ટ્રિલિયન ડોલર્સના વાર્ષિક ફંડિંગના તફાવતનો સામનો કરે છે. આ ગેપને ભરવા માટે ફંડ એકત્ર કરતી વખતે ઘણીવાર સંસ્થાકીય મૂડી પર ધ્યાન કેન્દ્રિત થાય છે. રિટેલ ઇન્વેસ્ટર્સની મૂડીનું પ્રમાણ અને શક્તિ ઓછી જાણીતી તક છે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના વેલ્થ મેનેજમેન્ટના ઈન્ડિયા હેડ સૌરભ જૈને જણાવ્યું હતું કે, અમારો અહેવાલ દર્શાવે છે કે ક્લાઇમેટ ઇન્વેસ્ટમેન્ટને ફાઇનાન્સ કરવા માટે રિટેલ રોકાણકારો પાસેથી અડધા ટ્રિલિયન ડોલરથી વધુ ઉપલબ્ધ થઈ શકે છે. વેલ્થ મેનેજરો આ રોકાણોને પ્રભાવી નાણાંકીય ઉકેલોમાં ફેરવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ભારતમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક ખાતે અમે નવીન પ્રોડક્ટ્સ દ્વારા ક્લાઇમેટ એક્શન માટે મૂડી એકત્ર કરવા માટે અમારા ગ્રાહકો અને એસેટ મેનેજર સાથે કામ કરવાનું ચાલુ રાખીએ છીએ.

ઇન્વેસ્ટર સેગમેન્ટમિટિગેશન ઇન્વેસ્ટમેન્ટ આડેના અવરોધોએડપ્ટેશન ઇન્વેસ્ટમેન્ટ આડેના અવરોધો
સમૃદ્ધસુલભતા (76%) તુલનાત્મકતા (75%) સમજશક્તિ (73%)તુલનાત્મકતા (74%) સુલભતા (72%) ધારેલા ઉચ્ચ જોખમો (72%)
હાઇ નેટવર્થ (એચએનડબ્લ્યુ)ધારેલા ઉચ્ચ જોખમો (72%) અસ્પષ્ટતા/થાક (70%) સુલભતા (66%)અસ્પષ્ટતા/થાક (72%) સુલભતા (70%) સમજશક્તિ (66%)
નેક્સ્ટ જનરેશન એચએનડબ્લ્યુસુલભતા (73%) અસ્પષ્ટતા/થાક (73%) સંશયવાદ (70%)ધારેલું ઓછું વળતર (79%) તુલનાત્મકતા (76%) અસ્પષ્ટતા/થાક (73%)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)