અમદાવાદ, 3 ફેબ્રુઆરી: વીરહેલ્થ કેર લિમિટેડ એ “આયુવીર” બ્રાન્ડ હેઠળ આયુર્વેદિક, હર્બલ અને કોસ્મેટિક્સ હેલ્થકેર અને પર્સનલ કેરની જરૂરિયાતો માટે “વન-સ્ટોપ શોપ” છે. કંપનીને ફેડરલ ફૂડ, ડ્રગ અને કોસ્મેટિક એક્ટ (એક્ટ) 21 U.S.C. §360ની કલમ 510ના અનુસંધાનમાં US FDA તરફથી લેબલર કોડ ફાળવવામાં આવ્યો છે. યુએસ માર્કેટમાં પ્રવેશ મેળવવા સાથે, કંપનીનો હેતુ બોડી કેર અને સ્કીન કેર પ્રોડક્ટસની રેન્જ રજૂ કરવાનો છે. પૂર્વ આફ્રિકન દેશોમાં વિવિધ પ્રકારના ઓરલ હેલ્થકેર પ્રોડક્ટ્સનું સફળતાપૂર્વક ઉત્પાદન અને નિકાસ કર્યા પછી, અમેરિકાના માર્કેટમાં પ્રવેશથી ઓરલ કેર પ્રોડક્ટ્સના વૈશ્વિક ઉત્પાદન અને પુરવઠાની તકો ખુલવાની અપેક્ષા છે.

આ કોડ હ્યુમન ડ્રગ્સ માટે યુનિવર્સલ પ્રોડક્ટ આઇડેન્ટિફાયર તરીકે ઉપયોગમાં લેવાય છે અને દરેક લિસ્ટેડ ડ્રગ પ્રોડક્ટને વિશિષ્ટ 10-ડિજિટ, 3-સેગમેન્ટ નંબર અસાઇન કરવામાં આવે છે. પહેલા સેગમેન્ટમાં લેબલર કોડ હવે કંપનીને US FDA દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવ્યો છે.

કંપનીએ પહેલેથી જ ઓરલ કેર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને પુરવઠા માટે 50,000 યુએસ ડોલર (અંદાજે રૂ. 41.50 લાખ) ના મૂલ્યનો પ્રારંભિક સેમ્પલ નિકાસ ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર અમેરિકામાં અગ્રણી ઇન્સ્ટિટ્યૂશનલ સપ્લાયર સાથે સહયોગમાં છે, જેમાં નાણાંકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે સમગ્ર અમલીકરણની યોજના છે.

વધુમાં કંપનીએ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (જેમ) પોર્ટલ માટે ઓનબોર્ડિંગ પ્રક્રિયાના ભાગરૂપે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા સફળતાપૂર્વક ઇન્સ્પેક્શન કર્યું છે. કંપની હવે 9 પ્રોડક્ટ્સ માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) તરીકે નોંધાયેલ છે, જે સ્કિન કેર, બોડી કેર અને હેર કેર કેટેગરીમાં ફેલાયેલી છે.

યુએસ માર્કેટમાં આ પ્રવેશ સીઆઈએસ દેશો અને સ્થાનિક બજારમાંથી આગામી નાણાંકીય વર્ષથી કરવેરા પછીના અંદાજિત 10% નફા સાથે ટર્નઓવરમાં વધારાની વૃદ્ધિની અપેક્ષા છે. US FDA દ્વારા રજિસ્ટ્રેશન અને લેબલર કોડની ફાળવણી પૂરી થવી તે એક નોંધપાત્ર સિદ્ધિ છે, જે કંપની માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ધિ કંપનીની આવકને રૂ. 100 કરોડ સુધી પહોંચાડવાની અને ચાલુ નાણાંકીય વર્ષ માટે 10%નો કરવેરા પછીનો નફો (ચોખ્ખો નફો) મેળવવાની ક્ષમતા ધરાવે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)