વિક્રમ સંવત 2079: 15 ટકા કમાણી માટે સોનામાં રોકાણ કરો
મુંબઇઃ સોના તથા ચાંદીના ભાવની દ્રષ્ટિએ 2022નું વર્ષ એકદમ વોલેટાઈલ રહ્યું છે. ઘરઆંગણે વર્તમાન વર્ષમાં સોના પર અત્યારસુધી 5 ટકા જ્યારે ચાંદીમાં -9 ટકા વળતર છૂટયું છે. ભૌગોલિકરાજકીય તંગદિલી, કેન્દ્રીય બેન્કો દ્વારા લેવાઈ રહેલા પગલાં તથા ફુગાવાને લગતી ચિંતાએ કિંમતી ધાતુમાં જ નહીં પરંતુ અન્ય એસેટ કલાસોમાં પણ વોલેટિલિટી ઊભી કરી છે.
ફુગાવાને કાબુમાં લેવા અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં સતત આક્રમક વધારો કરી રહ્યું છે. બીજી બાજુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તથા અન્ય અર્થતંત્રોમાં આર્થિક તાણ સતત વધી રહી છે. આને કારણે વૈશ્વિક વિકાસ દર સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને આઈએમએફ જેવી સંસ્થાએ તો, વિકાસ દરના અંદાજમાં ઘટાડો કરી દીધો છે.
વિશ્વમાં ભારત સોનાચાંદીનો મોટો વપરાશકાર દેશ છે. સોનાચાંદીને એક કવચ તરીકે જ નહીં પરંતુ જ્વેલરી, કોઈન તથા લગડીના સ્વરૂપમાં પણ તેમાં રોકાણ કરવામાં આવે છે. ઘરઆંગણે અનેક ઘટનાક્રમોને કારણે ભાવને ટેકો મળી રહ્યો છે. ગિફટી સિટીની સ્થાપના, યુએઈ તથા ભારત વચ્ચે મુકત વેપાર કરાર (1 ટકા ટીઆરક્યુ પર યુએઈ ખાતેથી અંદાજે 200 ટન સોનાની આયાત કરાશે) જેવી પહેલો તથા ઈમ્પોર્ટ ડયૂટીમાં ફેરબદલથી ભાવને ટેકો મળી રહ્યો છે.
Year | Returns on Diwali months (Comex) |
2013 | -6% |
2014 | -3% |
2015 | -7% |
2016 | -3% |
2017 | -1% |
2018 | 2% |
2019 | 3% |
2020 | 0% |
2021 | -1% |
2022 | ? |
વર્તમાન વર્ષમાં બૃહદ્ પરિબળો, મેટલના ભાવો પર પ્રભાવ પાડશે, કારણ કે સોના જેવી નોન-યીલ્ડીંગ એસેટ પર નાણાં નીતિની સખતાઈ કોઈ મોટી અસર કરતી નથી. આ એનાલિસિસને તર્કબદ્ધ કરવા છેલ્લા દસ વર્ષમાં દિવાળીના મહિનાના વળતરની અહીં સરખામણી કરી છે. 2013નું એવું વર્ષ હતું જેમાં અમેરિકાએ રાહત કાર્યક્રમો પાછા ખેચ્યા હતા. 2015-2018ના ગાળામાં વ્યાજ દરમાં વધારાનો તબક્કો શરૂ થયો હતો. 2019-2021માં નીચા વ્યાજ દરની સ્થિતિ હતી અને 2022માં ફરી વ્યાજ દર વધી રહ્યા છે. વ્યાજ દરમાં વધારાની સ્થિતિમાં દિવાળીના મહિનામાં સોના પરનું વળતર નેગેટિવ રહ્યું છે.
2022ના પ્રારંભમાં સોનાની નેટ લોન્ગ સ્પેક્યુલેટિવ પોઝિશન અંદાજે 117700 કોન્ટ્રેકટસ હતી અને હાલમાં અંદાજે 1300 કોન્ટ્રેકટસ છે. ઈટીએફ ફલોઝમાં પણ ખાસ વિશ્વાસ જણાતો નથી, કારણ કે સોના એસપીડીઆરમાં વર્તમાન વર્ષના પ્રારંભમાં સોનાનું હોલ્ડિંગ અંદાજે 1020 ટન હતું તે હાલમાં અંદાજે 945 ટન્સ છે.
આઉટલુક:
અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારના પોર્ટફોલિઓમાં સોના તથા ચાંદી હોવા જરૂરી છે. માટે જે લોકો મધ્યમથી લાંબા ગાળા માટે સોના અને સિલ્વરમાં રોકાણ કરવા માગે છે તેઓ હાલના સ્તરે તે એકત્રિત કરવાનું શરૂ કરી શકે છે. અમે અમારા વલણને તાજેતરના ત્રિમાસિક રિપોર્ટમાં (Quarterly report) દર્શાવ્યા પ્રમાણે જાળવી રાખીએ છીએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)