અમદાવાદ

વિષ્ણુ પ્રકાશ પુંગલિયાનો આઈપીઓ પ્રથમ દિવસે જ ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. કંપનીના રૂ. 308.88 કરોડના આઈપીઓ સામે પ્રથમ દિવસે જ કુલ રૂ. 821.09 કરોડના બિડ ભરાયા છે. જેમાં એનઆઈઆઈ સૌથી વધુ 6.27 ગણો, રિટેલ 4.91 ગણો અને ક્યુઆઈબી 0.05 ગણો ભરાયો હતો. કંપની રૂ. 94થી 99ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 308.88 કરોડ એકત્ર કરવા માગે છે. આઈપીઓ ઈશ્યૂ 28 ઓગસ્ટે બંધ થશે.

ગ્રે પ્રિમિયમ વધ્યાઃ વિષ્ણુ પ્રકાશ આર પુંગલિયાના આઈપીઓને બહોળો પ્રતિસાદ મળતાં ગ્રે માર્કેટમાં ચમક વધી હતી. આજે તેના આઈપીઓ માટે 66 ટકા ગ્રે પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા. જે તેની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 99 સામે રૂ.65 છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસિસે આઈપીઓ સબ્સ્ક્રાઈબ કરવા સલાહ આપી છે.

આઈપીઓ સબ્સ્ક્રિપ્શન એટ અ ગ્લાન્સઃ

CategorySubscription (times)
QIB0.05
NII6.27
Retail4.91
Total3.78

આઈપીઓ વિગતઃ કંપની રૂ. 94થી 99ની પ્રાઈસ બેન્ડ સાથે રૂ. 308.88 કરોડની ઈશ્યૂ સાઈઝ ધરાવે છે. જેનો માર્કેટ લોટ 150 શેર્સ છે. શેર એલોટમેન્ટ 31 ઓગસ્ટે અને લિસ્ટિંગ 5 સપ્ટેમ્બરે થશે. જેની શેરદીઠ કમાણી 10.41 છે. 15 જૂલાઈ, 2023 સુધી કંપની પાસે 3800 કરોડના ઓર્ડર ધરાવે છે. કંપનીના લિસ્ટેડ હરિફ પીએનસી ઈન્ફ્રા, એચજી ઈન્ફ્રા, એનસીસી લિ., રેલ વિકાસ નિગમ, અને આઈટીડી સિમેન્ટેશન છે. જો કે, એપલ ટુ એપલ બેઝિસ પર સરખામણી થઈ શકે નહીં.