પબ્લિક ઇશ્યૂમાં રૂ. 250 કરોડ સુધીના બેઝ ઇશ્યૂ અને રૂ. 250 કરોડ સુધીના ગ્રીન શૂ વિકલ્પનો સમાવેશદરેક એપ્લિકેશન તમામ શ્રેણીમાં ઓછામાં ઓછી 10 NCD અને ત્યાર બાદ 1 NCDના ગુણાંકમાં
NCD માટેની એપ્લિકેશન માટે લઘુત્તમ એપ્લિકેશનની સાઈઝ તમામ શ્રેણીમાં રૂ. 10,000 અને ત્યાર બાદ રૂ 1,000ના ગુણાંકમાંસૂચિત NCDના પબ્લિક ઇશ્યૂને ઈકરા દ્વારા (ICRA) A (સ્થિર) અને કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા કેર એ પોઝિટિવ રેટિંગ
વ્યાજની ચુકવણી અને કૂપન દરોની વિવિધ મુદત સાથે સિરીઝ 1-5 પર 9.98%થી10.49% વળતરNCD ઇશ્યૂ 18 ઓગસ્ટે ખુલવાનો છે અને 31 ઓગસ્ટે બંધ થવાનો વિકલ્પ

અમદાવાદ, 10 ઓગસ્ટઃ  આરબીઆઈ સાથે નોન-ડિપોઝીટ ટેકિંગ સિસ્ટમેટિકલી ઇમ્પોર્ટન્ટ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી-એનડી-એસઆઈ) વિવ્રિતિ કેપિટલ લિમિટેડ પ્રત્યેકત રૂ. 1,000ની ફેસ વેલ્યુના સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)નો પબ્લિક ઇશ્યૂ સાથે તા. 18 ઓગસ્ટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.  ઇશ્યૂની સાઇઝ રૂ. 250 કરોડ સુધીની છે (બેઝ ઇશ્યૂ સાઈઝ). આ પબ્લિક ઇશ્યૂમાં રૂ. 250 કરોડ સુધીના (ગ્રીન શૂ ઓપ્શન) ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ હશે, જે કુલ થઈને રૂ. 500 કરોડ સુધીની કુલ રકમના કુલ 50 લાખ સુધીના NCD (ઇશ્યૂ સાઈઝ અથવા ઇશ્યૂ લિમિટ) જેટલું થાય છે. NCDનો પબ્લિક ઇશ્યૂ 18 ઓગસ્ટ, 2023ના રોજ ખુલવાનો છે અને 31 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થવાનો છે, જેમાં વહેલા બંધ થવાનો વિકલ્પ છે.

પબ્લિક ઇશ્યૂમાં સિરીઝ 1થી સિરીઝ 5નો સમાવેશ થાય છે જેમાં વ્યાજની ચુકવણી અને કૂપન દરોની અલગ અલગ મુદત હોય છે તેવું હોવાનું વિવ્રિતિ કેપિટલ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર વિનીત સુકુમારે જણાવ્યું હતું. સિરીઝ 1ની મુદત 18 મહિનાની છે અને કૂપન દર 9.57% પ્રતિ વર્ષ (માસિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 9.98%ની અસરકારક ઉપજ છે. સિરીઝ 2ની મુદત 18 મહિનાની છે અને કૂપન દર વાર્ષિક 10% (વાર્ષિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 10.06%ની અસરકારક ઉપજ છે. સિરીઝ 3ની મુદત 24 મહિનાની છે અને કૂપન દર વાર્ષિક 9.65% છે (ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે, સંબંધિત વ્યાજ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબના સિરીઝ 3 NCD માટે પ્રિન્સિપલ રિડિમ્પશન શિડ્યૂલ અને રિડિમ્પ્શન રકમ મુજબ NCDના રિડમ્પ્શન રકમ સાથે બાકીની મૂડી પર અલોટમેન્ટની નિર્ધારિત તારીખથી દરેક ત્રિમાસિક ગાળાના સંબંધિત મહિનાની સમાન તારીખે ચૂકવવામાં આવશે) અને વાર્ષિક 9.98%ની અસરકારક ઉપજ છે. સિરીઝ 4ની મુદત 24 મહિના અને કૂપન દર વાર્ષિક 10.03% (માસિક ચૂકવવાપાત્ર) અને વાર્ષિક 10.49% ની અસરકારક ઉપજ ધરાવે છે. સિરીઝ 5માં 24 મહિનાનો સમયગાળો છે અને કૂપન દર વાર્ષિક 10.50% (વાર્ષિક ચૂકવવાપાત્ર) છે અને વાર્ષિક 10.48% ની અસરકારક ઉપજ રહેશે.

વિવ્રિતિ કેપિટલ લિમિટેડના ચીફ ટ્રેઝરી ઓફિસર પાર્થ સંઘાણીએ જણાવ્યું કે, અમારા ધિરાણકર્તાઓની સંખ્યા વર્ષોથી વધી છે અને 31 માર્ચ, 2023 સુધીમાં 218 સંસ્થાકીય ધિરાણકર્તા/રોકાણકારોનો સમાવેશ થાય છે. કંપનીએ ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી આવકમાંથી ઓછામાં ઓછી 75% રકમનો ઉપયોગ આગળના ધિરાણ, ફાઇનાન્સિંગ અને વ્યાજની ચુકવણી તથા કંપનીના હાલના ઉધારના મુદ્દલ માટે અને ઇશ્યૂના સામાન્ય હેતુના ખર્ચમાંથી ચોખ્ખી આવકમાંથી કુલ રકમના મહત્તમ 25% સુધીનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી છે. આ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા NCDને બીએસઈ પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ પબ્લિક ઇશ્યૂના લીડ મેનેજર છે.