રાઇટ્સ ઇશ્યૂ ખૂલશે2 મે
રાઇટ્સ ઇશ્યૂ બંધ થશે16 મે
ઇશ્યૂ પ્રાઇસરૂ.35
ઇશ્યૂ સાઇઝરૂ.28 કરોડ
રાઇટ્સ રેશિયો33 શેરદીઠ 16 શેર્સ

અમદાવાદ, 29 એપ્રિલઃ ગુજરાત સ્થિત VMS ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BSE – 533427) રાઇટ્સ ઇશ્યૂથી રૂ. 28 કરોડ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનો રાઇટ્સ ઇશ્યૂ તા. 2 મેના રોજ ખૂલશે અને તેનો ભાવ શેરદીઠ રૂ. 35 રાખવામાં આવ્યો છે. ઇશ્યૂ દ્વારા પ્રાપ્ત થનારા ફંડનો કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. રાઇટ્સ ઇસ્યૂ 16 મે, 2024ના રોજ બંધ થશે.

કંપની પ્રત્યેક શેરદીઠ રૂ. 35ના ઇશ્યૂ ભાવે (શેરદીઠ રૂ. 25ના પ્રિમિયમ સહિત) દરેક રૂ. 10ની ફેસ વેલ્યુના 80 લાખ ફુલ્લી-પેઇડ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જેનું એકંદરે કુલ મૂલ્ય રૂ. 28 કરોડ થાય છે.  સૂચિત રાઇટ્સ ઇશ્યૂનો રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 16:33 છે એટલે કે રેકોર્ડ તારીખ 18 એપ્રિલ, 2024ના રોજ લાયક ઇક્વિટી શેરધારકો દ્વારા રખાયેલા પ્રત્યેક રૂ. 10ના દરેક 33 ઇક્વિટી શેર્સની સામે પ્રત્યેક રૂ. 10ના 16 રાઇટ્સ ઇક્વિટી શેર્સ અપાશે. રાઇટ્સ એન્ટાઇટલમેન્ટના હકોનો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 10 મે, 2024 છે. રાઇટ્સ ઇશ્યૂ પછી કુલ બાકી રહેલા ઇક્વિટી શેર્સની સંખ્યા પ્રત્યેક રૂ. 10ના 2,44,73,391 ઇક્વિટી શેર્સ રહેશે.

ડિસેમ્બર 199માં શરૂ થયેલી VMS ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શિપના રિસાઇકલ, શિપને લગતી પ્રોડક્ટ્સની નિકાસ તથા શિપની ખરીદી તથા ભાંગવાની કામગીરી કરે છે. કંપની ફેરસ અને નોન-ફેરસ મેટલ્સનો પણ વેપાર કરે છે. અમદાવાદ ખાતે કંપની મુખ્ય મથક ધરાવે છે. કંપની તેની શિપ રિસાઇકલિંગ અને ઓફશોર બિઝનેસ માટે ISO 9001:2008, ISO14001:2004, ISO 30000-2009, and OHSAS18001:2007 દ્વારા સર્ટિફાઇ થયેલી છે. નાણાંકીય વર્ષ 2023 માટે કંપનીએ રૂ. 145.76 કરોડની આવક તથા રૂ. 2.50 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ માર્ચ 2024ના રોજ 56.61 ટકા હતું.

કંપનીને તેના બાકીના વર્ક ઓર્ડર્સ પૂરા કરવા માટે તથા ભવિષ્યમાં જો કોઈ ઓર્ડર મળે તો તેના માટે તથા ભાવિ વિકાસ જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા અને વ્યૂહાત્મક, બિઝનેસ અને કોર્પોરેટ હેતુઓ માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત છે. રૂ. 28 કરોડની ઇશ્યૂની રકમમાંથી કંપની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા માટે રૂ. 18.50 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.

કંપનીના બિઝનેસ સેગમેન્ટ્સમાં નીચેની બાબતો સમાવિષ્ટ છેઃ (1) શિપ રિસાઇકલિંગ- કંપની જૂના શિપને તોડીને તેના પાર્ટ્સ કરે છે અને પછી તેનું રિસાઇકલ કરે છે. કંપની ભાવનગરના અલંગ ખાતે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ધરાવે છે અને પર્યાવરણને નુકસાન ઘટાડે તેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. (2) વિવિધ મેટલ્સનું ટ્રેડિંગઃ કંપની ડાયનેમિક માર્કેટમાં વિવિધ મેટલ્સનો વેપાર કરે છે જ્યાં રિસાઇકલેબલ મેટલ મટિરિયલ્સની ખરીદી, વેચાણ અને વિશ્વભરમાં રિપર્પઝ થતું હોય. (3) સંપત્તિનું વિસર્જન/તોડી પાડવુઃ એસેટનું વિસર્જન કે તોડી પાડવી એ જટિલ પ્રક્રિયા છે જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ કે વેરહાઉસ જેવા ઔદ્યોગિક એકમોને તોડી પાડવાનું કામ છે. તેમાં સ્પેશિયલાઇઝ્ડ એક્સપર્ટાઇઝ, ઇક્વિપમેન્ટની જરૂર પડે છે અને સેફ્ટી પ્રોટોકોલ્સ તેમજ પર્યાવરણીય નિયમોનું પાલન કરવું પડે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)