મુંબઈ/એસ્બ્જર્ગ: ટાટા એન્ટરપ્રાઇઝ, વોલ્ટાસ લિમિટેડ અને વેસ્ટ્રફ્રોસ્ટ સોલ્યુશન્સે ભારતીય બજાર માટે આઇસ લાઇન્ડ રેફ્રિજરેટર્સ, વેક્સિન ફ્રીઝર્સ અને અલ્ટ્રા લૉ ટેમ્પરેચર ફ્રીઝર્સ સહિત મેડિકલ રેફ્રિજરેશન અને વેક્સિન સ્ટોરેજ ઉપકરણ વિકસાવવા, બનાવવા, વેચાણ કરવા અને સેવા આપવા ટેકનોલોજી લાઇસન્સ સમજૂતી કરી છે.

વેસ્ટફ્રોસ્ટ સોલ્યુશન્સની સ્થાપના વર્ષ 1963માં એસ્બ્જર્ગ ડેન્માર્કમાં થઈ હતી, જે બાયો મેડિકલ અને કોલ્ડ ચેઇન ઉદ્યોગમાં ઇનોવેટિવ અને અસરકારક રેફ્રિજરેટર્સ અને ફ્રીઝર્સની ગ્લોબલ ડેવલપર્સ અને ઉત્પાદકો પૈકીની એક છે તથા ભારતમાં વોલ્ટાસની સુવિધાઓમાં ઉત્પાદનો બનાવવા માટે ટેકનોલોજી અને જાણકારી પ્રદાન કરશે. વોલ્ટાસ દાયકાથી વધારે સમયથી ભારતમાં રેસિડેન્શિયલ એર કન્ડિશનર્સ અને કમર્શિયલ રેફ્રિજરેશન ઉત્પાદનોમાં પણ માર્કેટ લીડરશિપ ધરાવે છે.

આ જોડાણ પર વોલ્ટાસ લિમિટેડના એમડી અને સીઇઓ પ્રદીપ બક્ષીએ કહ્યું હતું કે વોલ્ટાસની ઉત્પાદન અને વિતરણની ક્ષમતાઓ સાથે વેસ્ટફ્રોસ્ટની ટેકનોલોજી ક્ષમતાનો સમન્વય અમને ભારતીય બજારમાં ઘણાં વિશિષ્ટ અને અલગ ઉત્પાદનો પૂરાં પાડવામાં મદદરૂપ થશે.