ગુરુગ્રામ: દક્ષિણ કોરિયાની ઇનવિટ્રો ડાયગ્નોસ્ટિક સોલ્યુશન્સ માટેની અગ્રણી આરએન્ડડી તથા તબીબી ઉપકરણોનું ઉત્પાદન કરતી કંપની બોડીટેક મેડ મેટ સિટી હરીયાણાના ઝજ્જરમાં એક નવી ઉત્પાદન સુવિધા સ્થાપશે. મેડ આ નવી ઉત્પાદન સુવિધામાં રૂ.50 કરોડ રોકાણ કરશે અને તે 10,032 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી હશે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા પછી બોડીટેક આઇવીડી ઉપકરણોના બજારમાં 5% કરતા વધુના બજાર હિસ્સા સાથે ભારતીય બજારમાંથી રૂ.650 કરોડથી વધુની આવક કરવાની અપેક્ષા રાખે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી) હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ-કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. બોડીટેક મેડના સીઇઓ એયુઇ-યેઓલ ચોઇએ જણાવ્યું કે તાજેતરના થયેલા નીતિગત ફેરફારોને પગલે ભારતને આંતરરાષ્ટ્રીય કંપનીઓ તરફથી નવી ઉત્પાદન સુવિધાના નિર્માણ માટે પ્રોત્સાહક સમર્થન મળ્યું છે. મેટ સિટીના સીઇઓ અને ડબ્લ્યૂટીડી એસવી. ગોયલે જણાવ્યું કે અમારો પ્રોજેક્ટ માત્ર સૌથી ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાંનો એક નથી પણ વૈશ્વિક કંપનીઓ માટેનું સરનામું પણ છે. તેના પ્લગ-એન-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સાત દેશોની કંપનીઓ સાથે MET સિટી આજે વિવિધ ક્ષેત્રોની વધુ ને વધુ કંપનીઓને આકર્ષવામાં અગ્રણી બિઝનેસ સિટી બની છે.

બોડીટેક મેડના ભારતીય વ્યવસાયનું વેચાણ વોલ્યૂમ દક્ષિણ-પશ્ચિમ એશિયામાં અગ્રેસર છે અને દક્ષિણ-પશ્ચિમ એશિયામાં 38%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે અને 2015થી 2021 દરમિયાન ભારતમાં 50%ના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર સાથે સતત વૃદ્ધિ પામી રહ્યું છે. એવી અપેક્ષા છે કે 2023થી નવા સ્થાનિક ઉત્પાદન પ્લાન્ટમાંથી વેચાણની આવક ઊભી કરશે. ગયા વર્ષે બોડીટેકે ભારતના આઇવીડી બજારમાં $7.7 મિલિયન ડોલરનું ઉત્પાદન કર્યું હતું અને 2030માં $77 મિલિયન ડોલરના ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. એવી અપેક્ષા છે કે ભારતમાં આઇ આઇવીડી બજાર ક્ષેત્રે બોડીટેક મેડનો માર્કેટ શેર નજીકના ભવિષ્યમાં 0.65% થી વધીને 5% થશે.