વારીએ વર્ષ 2026 સુધી યુએસ ઇન્સ્ટોલેશન માટે વધુ 1.5 ગીગાવોટ સોલર મોડ્યુલ્સ સપ્લાય કરવા એક્સિઓના સાથે ત્રણ વર્ષના કરાર કર્યાંવારીએ વર્ષ 2023માં યુએસમાં 4 ગીગોવોટથી વધુ સોલર મોડ્યુલ્સ સપ્લાય કર્યાં

મુંબઇ, 28 નવેમ્બર: રિન્યૂએબલ એનર્જી કંપની વારી એનર્જી લિમિટેડે યુએસમાં સોલર, વિન્ડ પાવર અને ઇન્ડસ્ટ્રીયલ-સ્કેલ એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ્સમાં 1 ગીગા વોટથી વધુનું સંચાલન કરતી સ્પેન સ્થિત રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી એક્સિઓના એનર્જીયાના યુએસમાં વિકાસ હેઠળના પ્રોજેક્ટ્સ માટે 850 મેગાવોટ સોલર પીવી મોડ્યુલન્સને સફળતાપૂર્વક સપ્લાય કર્યાં છે. કંપનીએ ત્રણ વર્ષના કરારની પણ જાહેરાત કરી છે, જે અંતર્ગત યુએસ માર્કેટમાં મુખ્ય પ્રોવાઇડર વારી એક્સિઓનાને વર્ષ 2024-2026 દરમિયાન વધારાના યુએસ પ્રોજેક્ટ્સ માટે વધુ 1.5 ગીગાવોટ સોલર મોડ્યુલ્સ સપ્લાય કરશે. 850 મેગાવોટ સોલર પીવી મોડ્યુલ્સની સપ્લાયમાં વારીએ ચાર મુખ્ય સોલર પ્રોજેક્ટ્સ માટે તેની મોનોક્રિસ્ટલાઇન પેસિવેટેડ એમિટર અને રિયલ સેલ પેનલની ડિલિવરી કરી છે. આ પ્રોજેક્ટ્સમાં ફોર્ટ બેન્ડ (ટેક્સાસ)માં 56 મેગાવોટ, હાઇ પોઇન્ટ (ઇલિનોઇસ)માં 129 મેગાવોટ, યુનિયન (ઓહિયો)માં 288 મેગાવોટ અને રેડ ટેલ્ડ હોક સોલર (ટેક્સાસ) પ્રોજેક્ટ્સમાં 375 મેગાવોટના સોલર પ્રોજેક્ટ્સ સામેલ છે. આ સફળ ડિલિવરી સાથે વારીએ વર્ષ 2023માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગ્રાહકોને 4 ગીગોવાટથી વધુના સોલર મોડ્યુલ્સ સપ્લાય કર્યાં છે.

 ત્રણ વર્ષના સપ્લાય કરારની શરતો હેઠળ વારી એનર્જી એક્સિઓનાને વર્ષ 2024થી 2026 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રોજેક્ટ્સ માટે તેના 1.5 ગીગાવોટ એન ટાઇપ ટોપકોન મોડ્યુલ્સ સપ્લાય કરશે. કુલ 2.43 ગીગાવોટના ઓર્ડર ડિલિવર કરાશે, જેમાંથી વારી એનર્જીએ 850 મેગાવોટની ડિલિવરી પૂર્ણ કરી છે.

વારી એનર્જી ઇન્ડિયાના સેલ્સ ડાયરેક્ટર સુનિલ રાઠીએ કહ્યું હતું કે, હવે વારી એનર્જી લિમિટેડે યુએસ માર્કેટમાં વિશ્વસનીય સોલર મોડ્યુલ સપ્લાયર પૈકીના એક તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી છે.એક્સિઓના એનર્જીયાના સીઇઓ રાફેલ માટેઓએ કહ્યું કે, આ સહયોગ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક્સિઓના એનર્જીના મુખ્ય પ્રોજેક્ટ્સ માટે 850 મેગાવોટ સોલર પીવી મોડ્યુલ્સના સપ્લાયમાં મહત્વપૂર્ણ રહ્યો છે.

સોલર એનર્જી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (એસઇઆઇએ) મૂજબ છેલ્લાં 10 વર્ષમાં યુએસ સોલર માર્કેટે વાર્ષિક 24 ટકાની વૃદ્ધિ સાધી છે તથા આ વૃદ્ધિ જળવાઇ રહેવાની અપેક્ષા છે. વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં તમામ નવી ઉત્પાદન ક્ષમતાઓમાં સોલરનું યોગદાન 45 ટકા રહ્યું છે. યુએસમાં 4.4 ટકા સિંગલ-ફેમિલિ હોમમાં સોલર પીવી સિસ્ટમ સ્થાપિત છે અને તે વર્ષ 20230 સુધીમાં વધીને 15 ટકા થવાની અપેક્ષા છે, તેમ યુએસએ ફેક્ટ્સ દ્વારા સરકારી સંશોધનમાં નોંધવામાં આવ્યું છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)